તમન્ના ભાટિયાએ પોતાના અભિનયથી માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ ઓળખ બનાવી છે. એક્ટિંગ સિવાય તે તેના હુસ્નને લઇને પણ ચર્ચામાં રહે છે. ચાહકો તેના લુકની સાથે સાથે તેના અભિનયના પણ દીવાના છે. આ દિવસોમાં અભિનેત્રી ‘સિકંદર કા મુકદ્દર’ને કારણે ચર્ચામાં છે. ત્યારે આ વચ્ચે એક્ટ્રેસે તેનો ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
તમન્ના ભાટિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. તમન્નાએ એનિમલ પ્રિન્ટ ગાઉન પહેર્યુ છે, જેની ડીપનેક સ્ટાઇલ તેના લુકને બોલ્ડ અને હોટ બનાવી રહી છે. કડકડતી ઠંડીમાં એક્ટ્રેસે આ લુક શેર કરી ચાહકોને પરસેવો છોડાવી દીધો છે.
તસવીરો શેર કરતી વખતે તમન્નાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ચાલો આને એનિમલ પ્રિન્ટ બનાવીએ.’ એક્ટ્રેસના આ ફોટા સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચાહકોના હોંશ ઉડાવી રહ્યા છે. કોઇ તેને બ્યુટી ક્વીન કહી રહ્યુ છે તો કોઇ ગોર્જિયસ અને કોઇ બ્યુટીફુલ…
માત્ર એક કલાકમાં જ તમન્ના ભાટિયાની આ તસવીરોને 2 લાખથી વધુ લોકોએ લાઈક કરી હતી. તમન્ના તેની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. તમન્ના એક્ટર વિજય વર્માને ડેટ કરી રહી છે. બંને અવાર નવાર સાથે જોવા મળે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, અવિનાશ તિવારી, શેરગિલ અને તમન્ના ભાટિયાની ઓટીટી ફિલ્મ ‘સિકંદર કા મુકદ્દર’ નીરજ પાંડે દ્વારા નિર્દેશિત છે અને આ નવેમ્બર 2024માં નેટફ્લિક્સ પર રીલિઝ થઇ ચૂકી છે.