હાલ ગુજરાતી એક્ટરોની લગ્નસિઝન ચાલી રહી છે. પહેલાં મલ્હાર-પૂજા અને હવે આરહી-તત્સતે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. તાજેતરમાં જ આરોહી અને તત્સતના ઉદયપુરમાં ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ યોજાઈ હતી. જેમાં તેમના ખાસ મિત્રો અને સંબંધીઓએ ખુબ મોજ માણી હતી. ત્યારે લગ્ન સમારોહની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
એમાં પણ ખાસ મિત્ર ગઢવીએ તેના પાક્કા ફ્રેન્ડ્સ આરોહી-તત્સતના લગ્નની યાદગાર પળો કરી શેર છે. અને ક્યુટ કપલ સાથેની મનમોહક તસવીરો ખેંચાવી છે. આરોહી અને તત્સતના ખાસ મિત્ર એવા મિત્ર ગઢવીએ સોશિયલ મીડિયામાં લગ્નની તમામ સેરેમનીના ફોટા મુક્યા હતા. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. (Photo curtosy : Mitra gadhvi)
હલ્દી સેરેમની
મિત્ર ગઢવીએ ઘણા ફોટા શેર કર્યા હતા. જેમાં આ ફોટામાં જોઇ શકાય છે આરોહીના તમામ મિત્રો હલ્દીમાં મોજ કરી રહ્યા છે. (Photo curtosy : Mitra gadhvi)
લગ્ન
આ ફોટો લગ્ન બાદનો છે, જેમાં આરોહી અને તત્સત લગ્નગ્રંથીએ બંધાઇ ગયા છે. અને મિત્ર શુભકામના પાઠવી રહ્યા છે. (Photo curtosy : Mitra gadhvi)
મોજથી ડાન્સ
આ વીડિયો મિત્રએ શેર કર્યો હતો. જેમાં તમામ લોકો મોજથી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. (Photo curtosy : Mitra gadhvi)
‘છેલ્લો દિવસ’ સ્ટાર કાસ્ટ
આ ફોટોમાં છેલ્લા દિવસ મુવીના મોટા ભાગના કલાકારોએ નાથદ્વારામાં શ્રીનાથજીના દર્શન કર્યા હતા. અને દરેક મિત્રો મસ્તી કરતા જોવા મળ્યા હતા. (Photo curtosy : Mitra gadhvi)
દિલના તાર જોડાયા: આરોહી પટેલ અને તત્સત મુનશીનું વેડિંગ રિસેપ્શન નો સંપૂર્ણં વિડીયો જુઓ GUJJUROCKS પર, સંદીપ પટેલ અને આરતી પટેલ દ્વારા ખાસ ગુજ્જુરોક્સ ની ટીમને આરોહી ના રિસેપશનમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. જુઓ નીચેના વીડિયોમાં આ રિસેપશનમાં કોણ કોણ રહ્યું હતું હાજર અને કેવો હતો નજારો ?