સોનુ નિગમ, ભારતીય સંગીત ઉદ્યોગનું એક એવું નામ કે જેને કોઈ પરિચયની જરૂર નથી. 30 જુલાઈના રોજ જન્મેલા સોનુ નિગમે પોતાના સુરીલા અવાજ અને ગાયકીથી માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં લાખો ચાહકોના દિલ જીતી લીધા છે.સોનુ નિગમે માત્ર હિન્દી નહિ પરંતુ કન્નડ, બંગાળી, મરાઠી, તેલુગુ, તમિલ, ઉડિયા, ભોજપુરી, ગુજરાતી, મલયાલમ નેપાળી, તુલુ, છત્તીસગઢી, મીતેઈ સહિત ઘણી ભારતીય ભાષાઓમાં ગીત ગાયા છે.
ત્યારે હાલમાં જ સોનુ નિગમે અમદાવાદમાં એક પ્રાઇવેટ ઇવેન્ટમાં હાજરી આપી હતી, આ દરમિયાનના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. આ દરમિયાન બોલિવુડ લિજેન્ડ અને ઢોલિવુડ લિજેન્ડ અને ડાયરા સમ્રાટ એકસાથે જોવા મળ્યા હતા. ગુજરાતીઓના હૈયે વસેલું એક એવું વ્યક્તિત્વ એટલે કીર્તિદાન ગઢવી. દેશ અને દુનિયાના ખૂણે ખૂણામાં વસેલા દરેક ગુજરાતી વાકેફ છે કીર્તિદાન ગઢવીના નામથી.
ગુજરાતનું યુવાધન લોકસંગીત તરફ વળ્યું એનું આગવું ઉદાહરણ કીર્તિદાન ગઢવીનું “લાડકી’ ગીત છે. ત્યારે લોકહૈયે વસેલા કીર્તિદાન ગઢવી અને સોનુ નિગમ એક જ ફ્રેમમાં જોવા મળતા સંગીતના ચાહકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. અમદાવાદમાં જે પ્રાઇવેટ ઇવેન્ટ માટે સોનુ નિગમ આવ્યા હતા, ત્યાં કિર્તીદાન ગઢવી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન સોનુએ ગઢવીને નાના ભાઇ કહ્યા અને તેમની પ્રશંસા પણ કરી.
તેમણે કિર્તીદાન ગઢવીને કિર્તી ભાઇ કહીને સંબોધ્યા. સોનુ નિગમે કિર્તીદાન ગઢવીને વેલકમ કહી બોલાવ્યા અને નીચે ઉતરી ગળે પણ લગાવ્યા. કિર્તીદાન ગઢવી પણ સોનુ નિગમને ખુશી ખુશી મળ્યા અને તેમના ચરણ પણ સ્પર્શ કર્યા.
View this post on Instagram
સોનુ નિગમનો વધુ એક વીડિયો સામે આવ્યો જેમાં તેઓ કિર્તીદાન માટે કહેતા સંભળાયા કે ‘આ મારા ભાઇ છે અને ઘણા મોટા લિજેન્ડ છે. તમે અહીંયા છો અને તમને લોકો ના મળે એ કેવી રીતે ચાલે…’સોનુ નિગમ બાદ કિર્તીદાન ગઢવી એ પણ તેમના માટે બે શબ્દો કહ્યા હતા.
View this post on Instagram
તેમણે કહ્યુ- સોનુજીને જ્યારે પણ મળવાનું થાય ત્યારે એ અવસર હું ચૂકતો નથી, મારા માટે એ સંગીતના ભગવાન છે. જેને સુરની સાધના કરી હોય, તે સોનુ નિગમને ન ચાહે, એ વાતમાં માલ નથી. આ પછી કિર્તીદાન ગઢવીએ પોતાનું લાડકી ગીત પણ ગાયુ.
View this post on Instagram