બોલીવુડ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ નુસરત ભરૂચાએ પોતાની એક્ટિંગથી ફેન્સને એટલા દિવાના બનાવી દીધા છે કે ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. નુસરત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ નુસરતે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોવા મળી રહી છે. ચાહકો આ તસવીરો જોઇને એક્ટ્રેસના દિવાના થઈ ગયા છે. નુસરતે શોર્ટ સ્કર્ટ સાથે પિંક ટોપ પહેર્યુ હતુ. આ લુકમાં તે ખૂબ જ કિલર અને સ્ટનિંગ પોઝ આપતી જોવા મળી હતી. 39 વર્ષિય એક્ટ્રેસ નુસરત બોલિવુડની સૌથી ખૂબસુરત હિરોઇનોમાંની એક છે,
તેણે વર્ષ 2006 માં ‘જય સંતોષી માં’ ફિલ્મથી પગ રાખ્યો હતો. આ પહેલા તે ટીવી પર કામ કરી હતી. નુસરતને લોકપ્રિયતા 2011 માં આવેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ થી મળી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પણ જોવા મળ્યો હતો. આ પછી તેણે કાર્તિક સાથે ‘સોનૂ કે ટીટુ કી સ્વીટી’માં કામ કર્યુ.
છેલ્લી વાર તે ‘અકેલી’ માં જોવા મળી હતી. નુસરતની અપકમિંગ ફિલ્મો ‘ચોરની 2’ અને ‘બન ટિક્કી’ છે. નુસરતને 2011માં લવ રંજનની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’માં કાર્તિક આર્યન સાથે કામ કરવાની તક મળી અને આ ફિલ્મે તેની કિસ્મત બદલી નાખી. બોલિવૂડ સ્ટાર બન્યા બાદ અભિનેત્રી વધુ ગ્લેમરસ દેખાવા લાગી છે,
જો કે ટીવી સિરિયલના જમાનામાં નુસરત ભરૂચાનો લુક બહુ ઓછા લોકોને યાદ હશે. નાના પડદા પર પોતાની શાનદાર અભિનયથી લોકોના દિલ જીતનાર નુસરત ભરૂચા રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ થઇ ગઇ છે.