તમન્ના ભાટિયા અને વિજય વર્મા ઘણા સમયથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. તમન્ના અને વિજય બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે, અને બંને ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળે છે. હાલમાં જ ગત રોજ રાત્રે આ કપલ મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યું હતું. આ દરમિયાન તમન્ના અને વિજય સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળ્યા.આ કપલને મુંબઈની એક રેસ્ટોરન્ટ બહાર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવ્યા હતા.
લુકની વાત કરીએ તો વિજય વર્માએ બ્લેક ફુલ સ્લીવ્સ ટી-શર્ટ સાથે ડેનિમ પહેર્યુ હતુ. તે ક્લીન શેવ લુકમાં હેન્ડસમ લાગી રહ્યો હતો, જ્યારે તમન્ના ભાટિયા એકદમ સિમ્પલ અંદાજમાં જોવા મળી હતી.એક્ટ્રેસ રેડ સિલ્ક સૂટ પહેર્યો હતો. રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા કપલને સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બંને ક્યૂટ લાગી રહ્યા હતા અને ખૂબ જ ખુશ પણ દેખાઈ રહ્યાં હતાં. તમન્ના અને વિજયની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઈ ગયા.
આ તસવીરો અને વીડિયો પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.જણાવી દઇએ કે તમન્ના અને વિજયના અફેરના સમાચાર સીરિઝ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના ઘણા સમય પહેલાથી જ આવવા લાગ્યા હતા. પરંતુ થોડા સમય પહેલા જ વિજય વર્માએ ખુલાસો કર્યો કે બંનેનું અફેર ક્યારે શરૂ થયું હતું અને તેમને પહેલી ડેટ પર જવા માટે કેટલા દિવસ લાગ્યા હતા. ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં વિજય વર્મા અને તમન્નાની જોડીને ખૂબ વખાણવામાં આવી હતી, અને બંને વચ્ચે કેટલાક ઇંટીમેટ સીન્સ પણ ફિલ્માવવામાં આવ્યા હતા.
આ સીરિઝના થોડા દિવસો બાદ વિજય વર્મા અને તમન્નાએ તેમના સંબંધોને ઓફિશિયલ કરી દીધા હતા. જો કે, ચાહકો દોઢ વર્ષથી વિજય વર્મા અને તમન્ના ભાટિયા વચ્ચેના સંબંધોની ઉજવણી કરી રહ્યા છે. તેમના અફેરની વાતો ત્યારે શરૂ થઈ જ્યારે ગોવામાં ન્યૂ યર પાર્ટીમાં તેમની કિસ કરતી તસવીરો સામે આવી. આ પછી લસ્ટ સ્ટોરીઝ 2 માટે વિજય અને તમન્નાના નામની જાહેરાત કરી ત્યારે આ સમાચારે વધુ વેગ પકડ્યો.
વિજય વર્માએ કહ્યું કે તેણે અને તમન્નાએ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ પછી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને બંનેને પહેલી ડેટ પર જવા માટે 20-25 દિવસ લાગ્યા હતા.પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, વિજય વર્મા તાજેતરમાં જ ‘મર્ડર મુબારક’માં જોવા મળ્યો હતો, અને ટૂંક સમયમાં તે સિરીઝ ‘મિર્ઝાપુર 3’માં જોવા મળશે. આ સિવાય તેની પાસે ‘મટકા કિંગ’ અને ‘ઉલ જલુલ’ છે. તમન્ના ભાટિયા Aranmanai 4 અને ‘વેદા’માં જોવા મળશે.
View this post on Instagram