બોલિવુડની બોલ્ડ અને ગોર્જિયસ એક્ટ્રેસ દિશા પટની તેના આકર્ષક અને ફેશનેબલ કપડાઓને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ દિશા ખૂબ જ ગ્લેમરસ શિમરી ડ્રેસમાં જોવા મળી હતી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેનો આ લુક સાબિત કરે છે કે તે સ્ટાઈલ અને ગ્લેમરની બાબતમાં હંમેશા એક ડગલું આગળ છે.
દિશાએ જે શિમરી ડ્રેસ ખરેખર ખૂબ જ સુંદર છે. આ ડ્રેસ મલ્ટિ-કલર પેટર્નમાં હતો. ડ્રેસની ફીટ બોડી અને સ્વીટહાર્ટ નેકલાઇન દિશાના બોડીની સુંદરતામાં વધુ વધારો કરી રહી હતી. ડ્રેસની સ્લીવલેસ ડિઝાઈન અને શિમરીંગ એમ્બેલિશમેંટ્સે તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
આ ડ્રેસ દિશાની સુંદરતાને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરી રહ્યો હતો. ડ્રેસની હેમલાઇન એકદમ ટૂંકી હતી, જેના કારણે તે વધુ બોલ્ડ અને આકર્ષક દેખાતી હતી. ડ્રેસના નીચેના ભાગમાં સ્લિટ કટ હતો, જે તેને વધુ ખાસ બનાવતો હતો.
આ સ્લિટ કટ ડ્રેસે દેખાવમાં અમૂલ્ય સ્પર્શ ઉમેર્યો અને દિશાના વ્યક્તિત્વને વધુ અદભૂત બનાવ્યું. દિશાએ તેના દેખાવને વધુ પરફેક્ટ બનાવવા માટે ખૂબ જ સુંદર એક્સેસરીઝ પસંદ કરી છે. તેણે હીરાની ઇયરિંગ્સ કેરી કરવા સાથે વાળને ખુલ્લા રાખ્યા હતા અને કાંડા પર મલ્ટી-લેયર બ્રેસલેટ પહેર્યું હતું.
બોલિવૂડની ચમકભરી દુનિયામાં જો કોઈ અભિનેત્રી દરેક આઉટફિટને આત્મવિશ્વાસ અને ગ્લેમરની સાથે પહેરવામાં માહેર છે તો તે દિશા પટની છે.દિશા હંમેશા પોતાની કિલર સ્ટાઈલ અને ગ્લેમરસ લુકથી ચાહકોનું દિલ જીતે છે.