જો આપણે પહેલાના સમયની વાત કરીએ તો લોકો મોટાભાગે તેમના કરતા 10 વર્ષ મોટા છોકરાઓ સાથે લગ્ન કરતા હતા. કેટલીકવાર તો છોકરીઓ 4-5 વર્ષ મોટી હતી. પણ હવે ધીરે ધીરે લોકો બદલાઈ રહ્યા છે, તેમની વિચારસરણી બદલાઈ રહી છે, આજકાલ સંબંધો તરફ કોઈ જોતું નથી. સોશિયલ મીડિયાના જમાનામાં લોકો પોતે જ પોતાના સંબંધોને ઉજાગર કરે છે.
આજે અમે તમને એવો જ એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક યુવતિ તેના પતિ સાથે રોમેન્ટિક ગીત પર એક્ટિંગ કરી રહી છે. પરંતુ લોકો વિચિત્ર કમેન્ટ્સ કરી રહ્યા છે. એકે તો લખ્યું કે, ‘તમે તમારા કાકા સાથે લગ્ન કર્યા છે ?’ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાતી યુવતિનું નામ શ્યામલી અધિકારી છે.
શ્યામલીએ પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે, ‘મારી આંખો જુઓ, આમાં મારો શું વાંક છે ?’ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શ્યામલી તેના પતિ સાથે રીલ બનાવી રહી છે. કેપ્શનમાં લખેલા ગીતના લિરિક્સ સાથે લિપ-સિંક કરતી વખતે શ્યામલીનો પતિ એક્ટિંગ કરી રહ્યો છે. આ દરમિયાન શ્યામલી હળવાશથી હસી રહી છે.
એવું લાગે છે કે તે તેના પતિના વખાણ સાંભળીને આનંદ માણી રહી છે. વીડિયો જોઈને લાગે છે કે આ બંનેની ઉંમરમાં બહુ ફરક નહીં હોય, પરંતુ પતિના વાળ ખરી ગયા છે, જેના કારણે તે વૃદ્ધ દેખાય છે. જો કે શ્યામલી એકદમ યંગ દેખાઈ રહી છે. જો કે, તેની એક 11-12 વર્ષની પુત્રી પણ છે, જ્યારે શ્યામલીની પ્રોફાઇલ પર નજર કરીએ તો જાણવા મળે છે કે તે ઘણીવાર તેના પતિ સાથે આવા વીડિયો શેર કરે છે.
View this post on Instagram