પહેલીવાર દુલ્હાને મંડપમાં જોઇ કંઇક આવો થયો દુલ્હનનો હાલ ! જુઓ વીડિયો

દરેક વ્યક્તિના મનમાં પોતાના જીવનસાથી વિશે કેટલાક વિચારો હોય છે, આજકાલ મોટાભાગના લોકો તેમના વિચારો સાથે મેળ ખાતી વ્યક્તિ સાથે જ લગ્ન કરવાનું નક્કી કરે છે. પરંતુ જો તમને લગ્નના દિવસે તમારા ભાવિ જીવનસાથીને પહેલી વાર જોવાનો મોકો મળે, તો તમારી પ્રતિક્રિયા શું હશે ? આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલી એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

થોડા દિવસો પહેલા શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને આ વીડિયોને ‘TV 1 ઈન્ડિયા લાઈવ’ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દુલ્હન લગ્ન મંડપમાં વરરાજા અને અન્ય બે મહિલાઓ સાથે બેઠી છે અને શોકમાં ડૂબીને રડી રહી છે. આ દરમિયાન તેના મિત્રો અને સંબંધીઓ તેને આશ્વાસન આપતા જોવા મળી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરીના પિતાએ સંબંધ નક્કી કર્યો હતો અને લગ્ન પહેલા છોકરીને તેના દુલ્હાને મળવાની મંજૂરી આપી ન હતી. છોકરી પોતાની મરજી વિરુદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરવાનું દુ:ખ સહન ન કરી શકી અને મંડપમાં જ રડવા લાગી. આ દરમિયાન એક મહિલા અને અન્ય કેટલીક છોકરીઓ તેને આશ્વાસન આપતી જોવા મળી રહી છે.

આ વીડિયો વાયરલ થયા બાદ યુવતીના પિતાની ખૂબ ટીકા થઈ રહી છે. ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આવા માતા-પિતા આજે પણ છે. લોકોએ પૂછ્યું કે આવા લોકોની આંખ ક્યારે ખુલશે ? સોશિયલ મીડિયા યુઝર્સે પૂછ્યું કે જે વ્યક્તિ પોતાની દીકરીની ખુશીની પરવા નથી કરતો તેને પિતા કેવી રીતે કહી શકાય ? છોકરીની પસંદ-નાપસંદ જાણ્યા વિના લગ્ન માટે સંમત થવા બદલ વરની ટીકા પણ થઈ હતી.

Shah Jina