ટીવીની ગોપી વહુ એ નાના અમથા ફ્રોકમાં ફ્લોન્ટ કર્યો બેબી બંપ, પતિ સાથે મનાવી લગ્નની બીજી એનિવર્સરી

પ્રેગ્નેટ દેવોલીનાએ પતિ શાહનવાઝ સાથે સેલિબ્રેટ કરી લગ્નની બીજી એનિવર્સરી, શોર્ટ ડ્રેસમાં આવી રીતે ફ્લોન્ટ કર્યો બેબી બંપ

ટીવીની ગોપી વહુના નામથી ફેમસ દેવોલીના ભટ્ટાચાર્જી ટૂંક સમયમાં જ તેના પતિ સાથે પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવા જઇ રહી છે. તે હાલમાં તેના પ્રેગ્નેંસી પીરિયડનો આનંદ માણી રહી છે. ત્યારે હાલમાં જ તેણે લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી.

આ દરમિયાનની કેટલીક તસવીરો પણ તેણે શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. તસવીરોમાં તે શાહનવાઝ સાથે કેક કાપતી જોવા મળી રહી છે અને બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. લુકની વાત કરીએ તો આ દરમિયાન દેવોલીનાએ શોર્ટ ફ્રોક ટાઇપ ડ્રેસ પહેર્યો હતો. આ લુકમાં તે એકદમ આકર્ષક લાગી રહી હતી.

જણાવી દઈએ કે, આ કપલે 2022માં ગુપચુપ લગ્ન કર્યા હતા, જેનાથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. ત્યારે હવે લગ્નના બે વર્ષ બાદ તેઓ તેમના પહેલા બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દેવોલિના તેના ત્રીજા ત્રિમાસિકમાં છે. ડિલિવરી પહેલાં અભિનેત્રીએ તેના પતિ શાહનવાઝ શેખ સાથે લગ્નની બીજી વર્ષગાંઠ ઉજવી.

અભિનેત્રી લગ્નના બે વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે, જેની જાહેરાત તેણે થોડા મહિના પહેલા કરી હતી. સાથ નિભાના સાથિયામાં ગોપી વહુના રોલથી ફેમસ થયેલી દેવોલિનાના ચહેરા પર પ્રેગ્નેંસીની ચમક સ્પષ્ટ દેખાય છે. શાહનવાઝ સાથે લગ્ન બાદ તેને ઘણી ટ્રોલિંગ સહન કરવી પડી હતી. અન્ય ધર્મમાં લગ્ન કરવા બદલ લોકોએ તેને ખરાબ રીતે ટ્રોલ કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું હતું કે શાહનવાઝ સાથે લગ્નને કારણે દેવોલીનાનો પરિવાર પણ તેનાથી નારાજ છે. જો કે સમય સાથે બધું સારું થઈ ગયું અને દેવોલિના તેના સુખી લગ્ન જીવનનો આનંદ માણી રહી છે. ટૂંક સમયમાં તે તેના પહેલા બાળકને જન્મ આપશે. એક્ટ્રેસે ઓક્ટોબર મહિનામાં જ તેના પરિવાર સાથે તેના બેબી શાવરની મજા માણી હતી. દેવોલીનાના પતિની વાત કરીએ તો તે જિમ ટ્રેનર છે.

Shah Jina