શ્વેતા તિવારીએ બ્લેક બિકિનીમાં બતાવ્યુ ટોન્ડ અને કર્વી ફિગર, તસવીરો જોઇ ચાહકો ખોઇ બેઠા હોંશ

ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારીએ બે દાયકાથી વધુ સમયથી હિન્દી મનોરંજન ઉદ્યોગમાં સક્રિય, શ્વેતાએ તેમના કારકિર્દીમાં અનેક ચઢાવ-ઉતાર જોયા છે.શ્વેતાએ તેની કારકિર્દીની શરૂઆત અત્યંત સાધારણ પરિસ્થિતિઓમાં કરી હતી. શરૂઆતના દિવસોમાં, તેઓ એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરતા હતા, જ્યાં તેમને માત્ર 500 રૂપિયા પ્રતિ માસ પગાર મળતો હતો. પરંતુ તેમની મહેનત અને પ્રતિભાએ તેમને જલદી અભિનયના ક્ષેત્રમાં તક આપી.

શ્વેતાને સૌથી વધુ ઓળખ “કસૌટી જિંદગી કી” ધારાવાહિકથી મળી. આ શોમાં તેમણે પ્રેરણા શર્માનું પાત્ર ભજવ્યું – એક આજ્ઞાંકિત પરંતુ દૃઢ છોકરી. આ શો તેના સમયનો બ્લોકબસ્ટર સાબિત થયો અને શ્વેતાને ઘર-ઘરમાં ઓળખ અપાવી. શ્વેતા તિવારીએ આ વર્ષે જ દુબઈમાં તેનો 44મો જન્મદિવસ ઉજવ્યો હતો, જેની કેટલીક તસવીરો તેણે ફેન્સ સાથે શેર કરી હતી.

44 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા પોતાના લુક અને કિલર અદાઓથી આજની હિરોઈનોને ટક્કર આપી રહી હતી. શ્વેતા તિવારીની આ તસવીરોમાં જ કેટલીક બિકિની તસવીરો પણ હતી, જેણે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી હતી. શ્વેતાની બ્લેક અને વ્હાઇટ બિકિની તસવીરો વેકેશન ગોલ્સ આપી રહી હતી. જણાવી દઇએ કે શ્વેતા તિવારીને કોણ નથી જાણતું, તેણે ટીવી સીરીયલ કસૌટી જીંદગી કીની પ્રેરણાથી દરેક ઘરોમાં પોતાની ઓળખ બનાવી.

નાના પડદા સિવાય શ્વેતા તિવારીએ સિલ્વર સ્ક્રીન પર પણ પોતાની અભિનય કુશળતા બતાવી છે. શ્વેતા રોહિત શેટ્ટીની બહુચર્ચિત ફિલ્મ સિંઘમ અગેઈનમાં પણ જોવા મળી હતી. આ પહેલા શ્વેતા રોહિત શેટ્ટીની પ્રથમ વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં પણ જોવા મળી હતી.

Shah Jina