Fact Check: એશ્વર્યા રાયની બેબી બંપની તસવીરો વાયરલ, જાણો હકિકત

શું એશ્વર્યા રાયની 51 વર્ષની ઉંમરે બેબી ડિલિવર કરશે? બેબી બંપની તસવીરો વાયરલ, જાણો હકિકત

બોલિવુડના પોપ્યુલર કપલમાંના એક અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે, તાજેતરમાં જ રિતેશ દેશમુખના શો ‘કેસ તો બનતા હૈ’માં અભિષેક જોવા મળ્યો હતો. જ્યારે રિતેશે અભિષેકને બીજા બાળક અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે તે શરમાતો જોવા મળ્યો. ત્યારે આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે બેબી બંપ સાથે જોવા મળી રહી છે.

આ તસવીરો ઐશ્વર્યા રાય બીજી વખત માતા બનવાના દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. જો કે આ તસવીરોની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. ઐશ્વર્યા રાયની બે વર્ષ જૂની તસવીરો એડિટ કરીને શેર કરવામાં આવી રહી છે. મૂળ તસવીરો વર્ષ 2022ની છે, જ્યારે તે પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી.

ફેસબુક યુઝર એક્શન ઈન્ડિયાએ વાયરલ તસવીરો શેર કરતા અંગ્રેજીમાં કેપ્શનમાં લખ્યું છે, Good News, “ઐશ્વર્યા રાય બીજી વખત માતા બનવા જઈ રહી છે. એરપોર્ટ પર પુત્રી આરાધ્યા સાથે એશ્વર્યા તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. વાસ્તવિક તસવીરોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા રાય બચ્ચનનો બેબી બંપ જોવા નથી મળી રહ્યો.

Shah Jina