મોડલિંગ દ્વારા ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવનાર દિશા પટની પોતાના ચાહકોને કેવી રીતે દિવાના બનાવવા તે સારી રીતે જાણે છે. તે પોતાના દરેક બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવે છે. હાલમાં પણ તેની બે બિકિની તસવીરો વાયરલ થઇ રહી છે. દિશા બોલિવુડની તે હિરોઈનોમાંની એક છે જે તેની બોલ્ડનેસ માટે વધુ લાઇમલાઇટ મેળવે છે.
ફિલ્મો કરતાં દિશાના લૂકની વધુ ચર્ચા થાય છે. જે બિકિની તસવીરો એક્ટ્રેસની સામે આવી છે તેમાં તે કિલર લાગી રહી છે. દિશા બિકીની પહેરીને પોતાની સુંદરતા નિખારી રહી છે.’એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ અને ‘બાગી 2’ જેવી ફિલ્મોથી ફેમસ થયેલી અભિનેત્રી દિશા બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસમાંની એક છે, તેનો જન્મ 13 જૂન 1992ના રોજ ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો હતો.
સલમાન ખાન, ટાઈગર શ્રોફ સહિત ઘણા મોટા કલાકારો સાથે કામ કરી ચૂકેલી દિશા વાસ્તવમાં ક્યારેય અભિનેત્રી બનવા માંગતી નહોતી. દિશાને શરૂઆતમાં અભિનયમાં કોઈ રસ નહોતો. તે બાળપણમાં વૈજ્ઞાનિક બનવા માંગતી હતી. જો કે તેના નસીબમાં કંઈક બીજું જ હતું. તેણે કોલેજ દરમિયાન મોડલિંગ શરૂ કર્યું અને ગ્લેમર વર્લ્ડમાં મોટું નામ બનવાના માર્ગે આગળ વધી.
દિશાએ 17 વર્ષની ઉંમરે પહેલું ફોટોશૂટ કરાવ્યું હતું. 2015માં તેણે એક એડ ફિલ્મથી તેની કારકિર્દીની શરૂઆત કરી અને તે જ વર્ષે તેને તેલુગુ ઉદ્યોગમાં મોટો બ્રેક મળ્યો. 2015માં રીલિઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘લોફર’માં એક્ટ્રેસનું કામ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મની રિલીઝના બીજા જ વર્ષે તેને એક મોટો બ્રેક મળ્યો. તેણે ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’થી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે આ વર્ષે 27 જૂને રિલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કી 2898’માં રોક્સીના રોલમાં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘કંગુવા’માં જોવા મળશે.આ ફિલ્મમાં તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યુ હતુ. અભિનેત્રીએ તેની પહેલી જ હિન્દી ફિલ્મથી ચાહકોનું ઘણું ધ્યાન ખેંચ્યું.