સુપર હિટ એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ ફાટેલા કપડામાં દેખાડ્યો ફ્લોન્ટ કર્યો બેબી બંપ, જોઈને મગજ ફરી જશે, જુઓ તસવીરો નીચે
એક્ટ્રેસ રાધિકા આપ્ટે લગ્નના 12 વર્ષ બાદ માતા બની છે, અભિનેત્રીએ હાલમાં જ તેની દીકરીનું આ દુનિયામાં સ્વાગત કર્યુ છે.તાજેતરમાં તેણે પુત્રીને સ્તનપાન કરાવતી વખતે એક તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ત્યારે હવે એક્ટ્રેસે માતા બન્યા બાદ તેનું મેટરનિટી ફોટોશૂટ ચાહકો સાથે શેર કર્યુ છે, જેણે સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે.
રાધિકા આપ્ટેએ તેના મોટા બેબી બંપને ફ્લોન્ટ કરતી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે અને તેની સફર વિશે કેટલાક મોટા ખુલાસા કર્યા છે. રાધિકા આપ્ટે મેટરનિટી ફોટોશૂટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ ફોટોશૂટમાં તેના 3 લુક જોવા મળ્યા. ફર્સ્ટ લુકની વાત કરીએ તો, રાધિકા આપ્ટે ગ્લેમરસ નેટ ડ્રેસમાં જોવા મળી હતી, આ આઉટફિટમાં તેણે બેબી બંપ ફ્લોન્ટ કરતા કિલર પોઝ આપ્યા હતા.
બીજા લુકની વાત કરીએ તો તેણે હોટ બ્રાઉન રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે ત્રીજા લુકમાં તે વ્હાઇટ બોલ્ડ આઉટફિટમાં જોવા મળી. આ ડ્રેસમાં બેબી બંપ એરિયામાં કટઆઉટ ડિઝાઇન હતી. આ પાવરફુલ તસવીરો શેર કરી રાધિકા આપ્ટેએ લોકોને એટલો જ પાવરફુલ મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. અભિનેત્રીએ કહ્યું, ‘મેં બાળકને જન્મ આપ્યાના એક અઠવાડિયા પહેલા આ ફોટોશૂટ કરાવ્યું હતું.
સાચી વાત એ છે કે તે સમયે હું જે રીતે દેખાતી હતી તેને સ્વીકારવા માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મેં મારું વજન આટલું વધતું ક્યારેય જોયું ન હતું. મારું શરીર ફુલી ગયું હતું, મારા પેલ્વિસમાં તીવ્ર દુખાવો હતો, અને ઊંઘની કમીને કારણે દરેક વસ્તુ પર મારો દ્રષ્ટિકોણ વિકૃત થઈ ગયો હતો. હવે, માતા બન્યાને બે અઠવાડિયા પણ નથી થયા, મારું શરીર ફરીથી અલગ દેખાવા લાગ્યું છે.’
રાધિકા આપ્ટેએ આગળ એક મોટો ખુલાસો કર્યો અને કહ્યું, ‘નવા ચેલેન્જીસ છે, નવી ડિસ્કવરી છે અને એક અલગ દ્રષ્ટિકોણ સામે આવ્યો છે. હું આ ફોટાને ખૂબ જ કાઇન્ડ નજરથી જોઉં છું અને મારી જાત પર આટલું સખત હોવા બદલ હું ખરાબ અનુભવું છું. હવે હું આ ફેરફારોમાં માત્ર સુંદરતા જ જોઈ શકું છું અને હું જાણું છું કે હું આ ફોટાને હંમેશ માટે યાદ રાખીશ. હું જાણું છું કે મોટાભાગની સ્ત્રીઓને ગર્ભાવસ્થામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને પ્રમાણિકપણે તે મેનોપોઝ અથવા પીરિયડ્સ જેવું છે – આ હોર્મોન્સ કોઈ મજાક નથી.’
પર્સનલ લાઇફની વાત કરીએ તો, રાધિકા આપ્ટેએ વર્ષ 2012માં બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા. આ કપલ લગ્નના 12 વર્ષ બાદ પેરેન્ટ્સ બન્યું છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રાધિકા આપ્ટે આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં જોવા મળી હતી. ત્યાં તેની પાસે પાઇપલાઇનમાં ઘણા પ્રોજેક્ટ્સ છે.
View this post on Instagram