મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વર્ષો સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ અલગ થઇ ગયા છે. તેમના અલગ થવાથી ચાહકોને ભારે આઘાત લાગ્યો હતો. જો કે, હવે એવી ચર્ચા છે કે છૈયા છૈયા ગર્લ અર્જુન કપૂરને ભૂલી પોતાના જીવનમાં આગળ વધી ગઈ છે. તે હવે ફેશન સ્ટાઈલિશ રાહુલ વિજય સાથેના તેના કથિત અફેરની ચર્ચાથી ખૂબ જ ફેમસ થઈ રહી છે.
થોડા સમય પહેલા જ્યારે મલાઈકા અરોરા પંજાબી સિંગર એપી ઢિલ્લોના કોન્સર્ટમાં જોવા મળી હતી ત્યારે તે રાહુલ વિજય સાથે પહોંચી હતી. આ પહેલા પણ બંનેને એકસાથે સ્પોટ કરવામાં આવી ચૂક્યા છે. એપી ઢિલ્લોના કોન્સર્ટ દરમિયાન રાહુલે તેની અને મલાઇકાની એક સ્ટોરી પણ પોસ્ટ કરી હતી અને આ પછી તેમના સંબંધોની અફવાઓ ઝડપથી ફેલાઈ. આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ કે રાહુલ વિજય કોણ છે અને અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ મલાઈકા અરોરાનું નામ કેમ રાહુલ વિજય સાથે જોડાઇ રહ્યુ છે.
રાહુલ વિજય એક ફેશન સ્ટાઈલિશ છે, જેણે ઘણા હાઈ-પ્રોફાઈલ સેલેબ્સ સાથે કામ કર્યું છે. તે એક ક્રિએટિવ કન્સલ્ટન્ટ પણ છે જેની પાસે ફેશન ડિઝાઇનની ડિગ્રી છે. રાહુલે વરુણ ધવન, અહાન શેટ્ટી, વેદાંગ રૈના અને મલાઈકાના એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂર જેવા સેલિબ્રિટીઓ માટે આઉટફિટ ડિઝાઇન કર્યા છે. તે ઘણીવાર કુણાલ રાવલ, રાજેશ પ્રતાપ સિંહ અને આશિષ સોની જેવા ડિઝાઇનર્સ સાથે કોલેબરેટ કરે છે.
આ સિવાય રાહુલ લેક્મે ફેશન વીકના ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે પણ કામ કરે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, મલાઇકા અરોરા અને રાહુલ વિજય માત્ર સારા મિત્રો છે, મલાઈકા હાલમાં સિંગલ છે અને ઘણી ખુશ છે. રાહુલ વિજય એક્ટ્રેસના પુત્ર અરહાનનો સ્ટાઈલિશ પણ છે અને બંને વચ્ચે માત્ર મિત્રતા છે, તેઓ રિલેશનમાં નથી.