આ દિવસોમાં અભિનેત્રી રશ્મિકા મંદાના બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ની સફળતાનો આનંદ માણી રહી છે. ત્યારે હાલમાં તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના એક ફેનનું ટેલેન્ટ જોઇ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. થોડા દિવસો પહેલા ઓરિગેમી આર્ટિસ્ટ કબીર બરોટે સોશિયલ મીડિયા પર પોતાની કુશળતા દર્શાવતો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં રશ્મિકા તેની કળાથી ખુશ જોવા મળે છે.
ક્લિપમાં અભિનેત્રી કારની અંદર બેઠેલી જોવા મળી રહી છે. તે કબીરની કલાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી છે જ્યારે કલાકારે તેની અટપટી પેપર ફોલ્ડિંગ કળાનું પ્રદર્શન કર્યું ત્યારે અભિનેત્રી દંગ રહી ગઈ હતી. એક્ટ્રેસની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો આ દરમિયાન અભિનેત્રીને ‘પુષ્પા 2: ધ રૂલ’માં તેના કામ માટે ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
આ ફિલ્મ 2021માં રિલીઝ થયેલી ‘પુષ્પા: ધ રાઇઝ’ની સિક્વલ છે, જેણે પણ બોક્સ-ઓફિસ પર ધમાલ મચાવી હતી. તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મનો ત્રીજો પાર્ટ પણ આવવાનો છે.
View this post on Instagram