પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુન આખરે 18 કલાક બાદ જેલમાંથી આવ્યો બહાર, જાણો કેવી રીતે વીતાવી રાત

શનિવારે સવારે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવેલ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન હવે પોતાના ઘરે પહોંચી ગયો છે. ઘરે પહોંચ્યા પછી અભિનેતાએ ત્યાં હાજર ચાહકોનું અભિવાદન કર્યું અને મીડિયા સાથે વાત પણ કરી. અલ્લુએ કહ્યું- જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. અમે તેના માટે માફી માંગીએ છીએ.

હું તેના પરિવાર સાથે છું. ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ખૂબ જ સારો છું.મને ટેકો આપવા અને આટલો પ્રેમ આપવા બદલ મારા ચાહકો અને તમારા બધાનો આભાર.હું કાયદાનું પાલન કરતો નાગરિક છું અને આ મામલે કાયદાને સંપૂર્ણ સહકાર આપીશ, મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદના.

અમે માત્ર ફિલ્મ જોવા જ ગયા, ખબર નહોતી કે આવું કંઈક થશે. મીડિયા સાથે વાત કરતા અલ્લુએ કહ્યું- જે પણ થયું તે મારા નિયંત્રણની બહાર હતું. હું છેલ્લા ઘણા સમયથી એ થિયેટરમાં મારી ફિલ્મો જોવા જાઉં છું.હું છેલ્લા 20 વર્ષમાં ઓછામાં ઓછા 30 વખત ત્યાં ગયો છું પરંતુ આવી કોઈ ઘટના બની નથી.

જો કે, જે પણ થયું તેના માટે અમે માફી માંગીએ છીએ. મારી સંવેદના તે પરિવાર સાથે છે. અલ્લુ અર્જુન જેલમાંથી છૂટતાની સાથે જ ઓફિસ ગયો હતો. આ પછી તે તેના જ્યુબિલી હિલ્સ હોમ ‘અલ્લુ ગાર્ડન’ પહોંચ્યો. અહીં તેણે ચાહકોને શુભેચ્છા પાઠવી હતી.તેણે ચાહકોને ખાતરી પણ આપી કે તે ઠીક છે.

અલ્લુ અર્જુનને શનિવારે સવારે 6.30 વાગ્યે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન તેના પિતા અલ્લુ અરવિંદ અને સસરા ચંદ્રશેખર રેડ્ડી તેને લેવા જેલ પહોંચ્યા હતા.અલ્લુ લગભગ 18 કલાક સુધી કસ્ટડીમાં રહ્યો અને જેલમાંથી રિલીઝ થયા બાદ અલ્લુ ગીતા આર્ટ્સ પ્રોડક્શન હાઉસ પહોંચ્યો હતો.

આ પછી લગભગ 9 વાગ્યે અલ્લુ હૈદરાબાદ સ્થિત તેના ઘરે પહોંચ્યો. ઘરે એક્ટરની નજર ઉતારવામાં આવી ત્યારબાદ માતાને ગળે લગાવી અંદર ગયો. પરિવારના સભ્યોને મળ્યા. જે બાદ તે ફરી બહાર આવ્યો અને મીડિયા સાથે વાત કરી.તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છતાં, કાગળની કાર્યવાહીમાં વિલંબને કારણે અલ્લુ અર્જુનને જેલમાં રાત વિતાવવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે જેલમાં એક રાત માટે અભિનેતાની ઓળખ કેદી નંબર 7697 તરીકે હતી, અલ્લુ જેલમાં આખી રાત ભૂખ્યો રહ્યો અને જમીન પર સૂઈ ગયો. અંડરટ્રાયલ તરીકે પોલીસે તેને મંજીરા બેરેકના વર્ગ-1 બેરેકમાં રાખ્યો હતો.

Shah Jina