જેલમાંથી જેવો જ પુષ્પા ભાઉ ઘરે પહોંચ્યો કે રિયલ લાઇફ શ્રીવલ્લી થઇ ઇમોશનલ, પિતાને જોઇ ધ્રુસકેને ધ્રુસકે રડ્યા બાળકો- જુઓ વીડિયો

14 ડિસેમ્બરે એટલે કે શનિવારે સવારે ચંચલગુડા જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુન તેના ઘરે પહોંચ્યો હતો. અભિનેતાએ તેના બાળકો અને પત્ની સ્નેહા રેડ્ડીને ગળે લગાવ્યા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં અલ્લુ તેના ઘરે જતો અને પરિવાર તેનું સ્વાગત કરતો જોવા મળે છે. અર્જુનના બાળકો દોડીને તેની પાસે આવે છે. અલ્લુ તેના બાળકોને ગળે લગાવતો જોવા મળે છે.

અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડી પણ આ દરમિયાન બાળકો સાથે હતી. અર્જુન તેની નજીક ગયો અને પત્નીને ગળે લગાવી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સ્નેહા રેડ્ડી અને અર્જુનના બાળકો ભાવુક જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, પુષ્પા 2ના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગની ઘટનાને કારણે એક મહિલાનું મોત થયુ હતુ અને આ કેસમાં અલ્લુ અર્જુન સામે પણ ફરિયાદ પોલિસે નોંધી હતી.

જો કે શુક્રવારે 13 ડિસેમ્બરની સાંજે તેલંગાણા હાઈકોર્ટે અભિનેતાને વચગાળાના જામીન આપ્યા. આ પહેલા નીચલી અદાલતે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. જામીનનો આદેશ મોડો મળવાને કારણે અભિનેતાને જેલમાં જ રાત વિતાવવી પડી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ એક્ટર ગીતા આર્ટસ ઓફિસ પહોંચ્યો અને આ પછી હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ સ્થિત તેના ઘરે ગયો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અલ્લુ અર્જુનના વકીલ અશોક રેડ્ડીએ જેલમાંથી છૂટવામાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું- જામીનનો આદેશ મળ્યા બાદ પણ અભિનેતાને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. રિલીઝમાં વિલંબ થયો. જ્યારે હાઈકોર્ટે આદેશમાં કહ્યું હતું કે તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. જેલ સત્તાધીશો દ્વારા તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. સરકારે આનો જવાબ આપવો જોઈએ. આ મુદ્દે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.

Shah Jina