અલ્લુ અર્જુનને જેલ જવાથી શાહરૂખ ખાને બચાવ્યો ! જાણો જમાનતનું ‘રઇસ’ કનેક્શન

શાહરૂખ ખાનના 7 વર્ષ જૂના કેસે અલ્લુ અર્જુનને અપાવી જમાનત, જાણો આખો મામલો

તેલંગાણા હાઈકોર્ટે 13 ડિસેમ્બર 2024 શુક્રવારના રોજ પુષ્પા 2 નાસભાગ કેસમાં સાઉથ એક્ટર અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે. પુષ્પા 2ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો, પરંતુ અલ્લુ અર્જુનના જામીન સાથે શાહરૂખ ખાનની રઈસ ફિલ્મનું કનેક્શન છે. હવે તમે વિચારતા હશો કે કનેક્શન શું છે, તો ચાલો તમને જણાવીએ…

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલા અકસ્માત જેવો કિસ્સો બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને તેની ફિલ્મ ‘રઈસ’નો છે. આ ફિલ્મ દરમિયાન પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અલ્લુ અર્જુનના વકીલે કોર્ટમાં શાહરૂખ ખાનની ફિલ્મ રઈસમાં થયેલી નાસભાગ અંગે જણાવ્યું હતું. તે ઘટના માટે શાહરૂખ ખાનને જવાબદાર ગણવામાં આવ્યો ન હતો.

અલ્લુ અર્જુનના વકીલે એવી પણ દલીલ કરી હતી કે અલ્લુ અર્જુન હૈદરાબાદના સંધ્યા થિયેટરના પહેલા માળે હતો, જ્યારે નાસભાગ ગ્રાઉન્ડ ફ્લોર પર થઈ હતી. એટલું જ નહીં, વકીલે પોલીસના એ દાવાને પણ ફગાવી દીધો કે અલ્લુ અર્જુનને સ્ક્રીનિંગ વિશે કોઈ જાણકારી નહોતી. અલ્લુ અર્જુનના વકીલે કહ્યું કે બધાને ખબર હતી કે અલ્લુ અર્જુન ત્યાં જઈ રહ્યો છે. પોલીસ પણ આ વાત જાણતી હતી.

આ કિસ્સામાં અભિનેતાએ કંઈ પણ કર્યું નથી જ્યારે શાહરૂખ ખાનના કિસ્સામાં તેણે બોલ ફેંક્યો અને તેને પકડવા માટે ભીડ કૂદી ગયો. સાઉથ અભિનેતાના વકીલની દલીલો સાંભળ્યા બાદ આખરે કોર્ટે અર્જુનની તરફેણમાં ચુકાદો આપ્યો અને તેને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા. વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે અલ્લુ અર્જુન ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે અને આ સ્થિતિમાં તેના સ્વતંત્રતાના અધિકાર સાથે ચેડા કરી શકાય નહીં.

ફિલ્મ રઈસ વિશે વાત કરીએ તો, ‘રઈસ ભાગદોડ’ 2017માં ગુજરાતના વડોદરાના રેલવે સ્ટેશન પર બની હતી. SRK અને તેની પ્રોડક્શન ટીમ ફિલ્મના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી જઈ રહી હતી. વડોદરામાં જ્યારે ટ્રેન રોકાઈ ત્યારે SRKએ તેના ચાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાની ટી-શર્ટ અને ‘સ્માઈલી બોલ’ ફેંક્યો. આ પછી ત્યાં ભાગદોડ મચી ગઇ. વર્ષ 2022માં ગુજરાત હાઈકોર્ટે શાહરૂખ સામેનો ક્રિમિનલ કેસ રદ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો.

Shah Jina