અલ્લુ અર્જુનને 13 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ પછી ગાંધી હોસ્પિટલમાં તેનો મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યો અને પછી તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો, જ્યાંથી તેને 24 કલાકમાં છોડી દેવામાં આવ્યો. અલ્લુ અર્જુનને એક રાત ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં વિતાવવી પડી હતી, જે તેના માટે ખૂબ જ મુશ્કેલ હતી.
જો કે, અભિનેતા ચહેરા પર સ્માઇલ સાથે જેલમાંથી બહાર આવ્યો અને ચાહકોનો આભાર પણ માન્યો. પરંતુ શું તમને ખબર છે કે તેની રાત જેલમાં કેવી રીતે પસાર થઈ. અલ્લુ અર્જુને પોતાના વકીલ અશોક રેડ્ડીના માધ્યમથી હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જ્યાંથી તેને 13 ડિસેમ્બરે જ 50,000 રૂપિયાના પર્સનલ બોન્ડ પર વચગાળાના જામીન મળ્યા.
જો કે પેપર વર્કમાં વિલંબને કારણે તેને એક રાત જેલમાં વિતાવવી પડી હતી. અભિનેતાને કેદી નંબર 7697 મળ્યો. જેલમાં રાત વિતાવવી તેના માટે આસાન નહોતી. તેને જેલની બેરેકના વર્ગ-1 રૂમમાં રાખવામાં આવ્યો હતો. આખી રાત તેણે કંઈ ખાધું નહીં અને જેલમાંથી બહાર આવતાં જ મીડિયા સાથે વાત કરી. તેણે કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી, તે ઠીક છે અને જે બન્યું તેના માટે માફી માંગી.
અભિનેતાએ કહ્યું, “હું કાયદાનું સન્માન કરું છું, આ ઘટના અજાણતાં બની છે, હું મૃતક મહિલાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, જો કાયદો આ કેસની તપાસ કરશે તો હું વચ્ચે ટિપ્પણી નહીં કરું. દરેકના પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. તમારા સમર્થનને કારણે આજે હું અહીં છું.” અભિનેતાએ પ્રશંસકોનો આભાર માન્યો અને કહ્યું કે તે પોલીસને તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.
જણાવી દઈએ કે જ્યારે અલ્લુ અર્જુન જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેના સસરા અને પિતા લેવા આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ તે ઘરે ગયો અને તેની માતા સહિત પત્નીને મળ્યો.જો કે હવે મૃત મહિલાના પતિએ એક્ટરનો સપોર્ટ કર્યો છે અને સાથે જ કેસ પાછો લેવાની વાત પણ કરી. તેણે કહ્યુ કે “મારો પુત્ર ફિલ્મ જોવા માંગતો હતો. હું પરિવારને સંધ્યા થિયેટરમાં લઈ ગયો. અલ્લુ અર્જુન ત્યાં આવ્યો, પણ એમાં તેની ભૂલ ન હતી.