છેલ્લા કેટલાક સમયથી મનોરંજન જગતમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં, મનોરંજન જગતની ઘણી હસ્તીઓ પર જાતીય સતામણીના ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, હવે તેમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘જોશ’માં કામ કરનાર અભિનેતા શરદ કપૂરનું નામ પણ જોડાઈ ગયું છે. એક 32 વર્ષની મહિલાએ અભિનેતા પર જાતીય શોષણનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
મહિલાએ આરોપ લગાવ્યો છે કે અભિનેતાએ તેને પ્રોફેશનલ વર્ક પર ચર્ચા કરવાના બહાને પોતાના ઘરે બોલાવીની તેની સાથે છેડખાની કરી.મહિલાએ 27 નવેમ્બરે ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અભિનેતા સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ કરી રહી છે.આ મામલા પર શરદે હાજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી. શરદ ‘તમન્ના’, ‘દસ્તક’, ‘ત્રિશક્તિ’, ‘જોશ’ અને ‘ઉસકી ટોપી ઉસ્કે સર’ જેવી ફિલ્મો માટે જાણીતા છે.
પીડિતાએ જણાવ્યું કે તે ફેસબુક દ્વારા પહેલીવાર શરદ કપૂરના સંપર્કમાં આવી હતી, જ્યાં તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બાદમાં બંને વિડીયો કોલ દ્વારા જોડાયા, જે દરમિયાન શરદે શૂટિંગ પ્રોજેક્ટ પર ચર્ચા કરવા તેણીને મળવામાં રસ દર્શાવ્યો.ત્યારબાદ શરદે પોતાનું લોકેશન શેર કર્યું અને મહિલાને ખારમાં તેની ઓફિસ આવવા કહ્યું. જોકે, પહોંચતા જ મહિલાને ખબર પડી કે તે ઓફિસ નહીં પરંતુ તેનું ઘરે છે.
મહિલાનો આરોપ છે કે ખારમાં એક બિલ્ડિંગના ત્રીજા માળે સ્થિત શરદના ઘરે પહોંચીને તે રસોડામાંથી બેડરૂમમાં ગયો અને બાદમાં મહિલાને ત્યાં બોલાવીજ્યારે તે બેડરૂમના દરવાજા પાસે પહોંચી તો તેણે જોયું કે શરદ કપડા વગર બેઠો હતો. હેરાન થઇને મહિલા એ અભિનેતાને કપડાં પહેરવા અને કામ વિશે ચર્ચા કરવા કહ્યું.
આ સિવાય તેણીએ આરોપ લગાવ્યો કે ત્યારબાદ અભિનેતાએ તેણીને પાછળથી પકડીને અયોગ્ય રીતે ગળે લગાવવાનો પ્રયાસ કર્યો. જો કે, તેણી તેને ધક્કો મારીને સ્થળ પરથી નાસી જવામાં સફળ રહી હતી.ખાર પોલીસે શરદ કપૂર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 74 (સ્ત્રી સામે હુમલો અથવા ફોજદારી બળ), 75 (જાતીય સતામણી) અને 79 (કોઈપણ મહિલાની ગરિમાનું અપમાન) હેઠળ FIR નોંધી છે.