અનુરાગ કશ્યપના વિદેશી જમાઇ પર ચઢ્યો ભારતનો રંગ, ઓપન કારમાં જાન લઇને પહોંચ્યો પરણવા, લગ્નના જોડામાં દુલ્હનિયાને જોઇ લાગ્યો રડવા…જુઓ તસવીરો અને વીડિયો

દુલ્હનના જોડામાં અપ્સરા લાગી અનુરાગ કશ્યપની દીકરી આલિયા, શેર કરી લગ્નની તસવીરો- દિલ જીતી લેશે કેપ્શન

અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ આખરે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને મંગેતર સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. લગ્ન બાદ ન્યુલી વેડ કપલ આલિયા અને શેન એ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં એક તસવીરમાં દુલ્હન આલિયા લગ્ન મંડપમાં એન્ટ્રી લેતી જોવા મળી રહી છે, જ્યારે એક તસવીરમાં કપલ લગ્નની વિધિ કરતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત એક તસવીર એવી પણ છે જેમાં કપલ લિપલોક કરતા જોવા મળે છે. આ ભવ્ય લગ્નની શાનદાર તસવીરો સામે આવ્યા બાદ વાયરલ થઇ રહી છે. જણાવી દઇએ કે આલિયા કશ્યપ લાંબા સમયથી શેનને ડેટ કરી રહી હતી અને તે તેની સાથે લિવ ઇનમાં પણ રહેતી હતી. આ જ વર્ષે આલિયાએ શેન સાથે સગાઇ પણ કરી હતી.

આલિયાનો વિદેશી દુલ્હો શેન લગ્નમાં ભારતીય રંગના રંગમાં રંગાયો હતો. દુલ્હનના આઉટફિટમાં આલિયા એકદમ પરી જેવી લાગી રહી હતી. આલિયા કશ્યપના લગ્નમાં ઘણા સ્ટાર કિડ્સ આવ્યા હતા. લગ્નમાં ડાયરેક્ટરના સ્વેગ એ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. છેલ્લા બે દિવસથી આલિયા કશ્યપના લગ્નની વિધિની તસવીરો વાયરલ થઈ રહી છે.

હવે લગ્નની તસવીરો ખુદ આલિયાએ શેર કરી છે. જે સામે આવતા જ ચાહકોએ લગ્નની શુભકામનાઓ આપવાનું શરૂ કરી દીધું. લગ્નના ફોટોઝ શેર કરતા તેણે એક સુંદર કેપ્શન પણ લખ્યું, ‘Now and forever.’ આલિયાના લુકની વાત કરીએ તો તેણે આ ખાસ અવસર પર પિંક લહેંગો પહેર્યો હતો અને આ લુકમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

શેન પણ ઓફ વ્હાઈટ શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. આલિયાની બ્રાઇડલ એન્ટ્રી વખતે તેનો વિદેશી દુલ્હો ભાવુક થઇ ગયો હતો. જણાવી દઇએ કે લગ્ન પહેલા આલિયાની હલ્દી, મહેંદી, સંગીત સેરેમની અને કોકટેલ પાર્ટી પણ યોજાઇ હતી. જેની તસવીરો પણ ખૂબ વાયરલ થઇ હતી.

Shah Jina