દીપિકા પાદુકોણ એરપોર્ટ પર દીકરી સાથે એકલી જોવા મળી, દુઆને છાતીએ વળગાળેલી આવી નજર, ના જોવા મળ્યો રણવીર સિંહ
બેંગલુરુમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં હાજરી આપ્યા પછી દીપિકા પાદુકોણ તેની પરી દુઆ સાથે મુંબઈ પરત ફરી છે. અભિનેત્રી મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી તેની 2 મહિનાની પુત્રીને છાતીએ વળગાળેલી જોવા મળી હતી. એક્ટ્રેસના લુકની વાત કરીએ તો તેણે ઓરેન્જ આઉટફિટ સાથે બ્લેક ગોગલ્સમાં જોવા મળી હતી.
દીપિકા અને દુઆના એરપોર્ટની તસવીરો અને વીડિયો સામે આવતા જ થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ. દીપિકા પાદુકોણનો માતા અને પિતા બેંગલુરુમાં રહે છે. દીપિકા તેની પુત્રી સાથે બેંગલુરુથી મુંબઈ પરત ફરી છે. કાલિના એરપોર્ટથી બહાર નીકળતી વખતે દીપિકાનું સંપૂર્ણ ધ્યાન તેની દીકરી પર હતું. અભિનેત્રી તેની લાડલી દુઆને કાળજા સાથે ચીપકાવી એરપોર્ટથી બહાર નીકળી અને કારમાં બેસી નીકળી ગઇ.
જણાવી દઇએ કે, હાલમાં જ બેંગલુરુમાંથી દીપિકાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો દિલજીત દોસાંજના કોન્સર્ટનો હતો, જેમાં દીપિકા અચાનક આવી પહોંચી હતી અને તેણે ખૂબ એન્જોય કર્યું હતું. દિલજીતે પણ એક્ટ્રેસને સ્ટેજ પર બોલાવી હતી. જણાવી દઇએ કે, દીપિકા પાદુકોણ હાલમાં બ્રેક પર છે. આ વર્ષે જ તેણે 8 સપ્ટેમ્બરે દીકરી દુઆને જન્મ આપ્યો હતો.
હાલમાં તે તેની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. દીપિકા અને રણવીરે તેમની દીકરીનું નામ દુઆ રાખ્યું છે. જેનો અર્થ છે- ‘બધી પ્રાર્થનાનો જવાબ.’ ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષોના ડેટિંગ બાદ 14 નવેમ્બર 2018ના રોજ દીપિકા અને રણવીરે ઇટાલીના લેક કોમોમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. ત્યારે લગ્નના ઘણા વર્ષો બાદ તેઓ 2024માં પેરેન્ટ્સ બન્યા છે.
View this post on Instagram