‘બિગ બોસ ઓટીટી 3’માં જોવા મળેલી સના સુલતાને તાજેતરમાં જ મક્કા મદીનામાં નિકાહ કર્યા, જેની તસવીરો અને વીડિયો પણ તેણે શેર કર્યા હતા. તેણે તેના શૌહરનો પરિચય પણ દુનિયાને કરાવ્યો હતો. આ પછી તે મુંબઈમાં જોવા મળી હતી અને રિસેપ્શન માટે તેણે પેપ્સને આમંત્રિત પણ કર્યા હતા. આ બધાની વચ્ચે હવે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બે છોકરાઓ સાથે રેમ્પ પર વોક કરતી જોવા મળી રહી છે.
જો કે, આ દરમિયાન એક એવી ઘટના બની, જેને જોઈને લોકો વિશ્વાસ નથી કરી શકતા. સના સુલ્તાને રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 3’થી લોકપ્રિયતા મેળવી હતી. દરેક વાતમાં ‘આલા’ શબ્દનો ઉપયોગ કરવા બદલ લોકો દ્વારા તેની ઘણી વખત ટીકા પણ કરવામાં આવી હતી. આ કારણે લોકોએ તેની ખૂબ મજાક ઉડાવી. ત્યારે તેનો રેમ્પ વોકનો વીડિયો સામે આવ્યા બાદ તે ફરી એકવાર લોકોની મજાકનો શિકાર બની.
સના સુલતાન બે છોકરાઓનો હાથ પકડીને રેમ્પ પર આવે છે પરંતુ તે રેમ્પ વોક દરમિયાન ધડામ દઇને પડે છે. જો કે આ વીડિયો જોઇ એક યુઝરે લખ્યું, ‘વાઈરલ થવા માટે છપરી ટેકનિક.’ એકે લખ્યું, ‘જાણી જોઇને પડી. સહાનુભૂતિ અને દરેકનું ધ્યાન મેળવવા માટે. જ્યારે બીજા એકે લખ્યું, ‘હવે તમે વધુ વાયરલ થશો.’ એકે તો એમ પણ કહ્યું કે, ‘આજકાલ બધા પડી રહ્યા છે, સારી રીતે ઊઠવા માટે.’ જો કે એકે લખ્યુ કે- પાછળથી જે કમબેક કર્યુ તે સારુ હતુ.
View this post on Instagram