મલાઇકા અરોરાથી થઇ એપી ઢિલ્લોના કોન્સર્ટમાં ભૂલ, યુઝર્સ લેવા લાગ્યા મજા, બોલ્યા- તારી ચેન ખુલ્લી રહી ગઈ જોઈ લે, જુઓ તસવીરો
‘છૈયા છૈયા’ અને ‘મુન્ની બદનામ હુઇ’ જેવા આઇટમ સોન્ગથી લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવનાર એક્ટ્રેસ મલાઈકા અરોરા કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. મલાઈકા છેલ્લા કેટલાક દિવસોથી તેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે, ત્યારે હાલમાં જ ગત રોજ રાત્રે એક્ટ્રેસ વિશ્વ પ્રસિદ્ધ ગાયક એપી ઢિલ્લોના કોન્સર્ટમાં જોવા મળી હતી. આ દરમિયાનની તેની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.
જો કે એક વીડિયો જોઈને લોકોએ તેને તેની એક ભૂલ માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. મલાઇકા ગઈકાલે રાત્રે સિંગર એપી ઢિલ્લોના કોન્સર્ટમાં જોવા મળી હતી. જ્યાં તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ ફરી એકવાર તેની સાથે જોવા મળ્યો. અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થયું ત્યારથી રાહુલ વિજય મલાઈકા સાથે વારંવાર જોવા મળી રહ્યો છે. લોકો રાહુલ વિજયને મલાઇકાનો રૂમર્ડ બોયફ્રેન્ડ કહી રહ્યા છે, જો કે મલાઈકા અરોરાએ હજુ સુધી આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ બંને કોન્સર્ટમાં એપીના ગીતો પર ખુશીથી ડાન્સ કરતા જોવા મળ્યા છે. આ દરમિયાનનો બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એપી ઢિલ્લોના કોન્સર્ટની બહાર આવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં મલાઈકા બ્લેક લેધર શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જો કે આ દરમિયાન અભિનેત્રીના બદલે લોકોનું ધ્યાન તેની બેગ પર ગયુ.
આ બેગની ચેન ખુલ્લી હોવાને કારણે લોકો તેની મજાક ઉડાવી રહ્યા હતા. એક્ટ્રેસના વાયરલ વીડિયો પર લોકોએ અલગ અલગ કોમેન્ટ કરી. એક યુઝરે લખ્યું, ‘શું થશે જો કોઇ તેનો ફોન ચોરી લે’. જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘બેગ ખુલ્લી છે’. અન્ય એકે લખ્યુ, ‘એવું લાગે છે કે જાણે કારના ટ્યુબ ટાયરમાંથી ડ્રેસ બનાવવામાં આવ્યો હોય’.
View this post on Instagram