શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ ઘણો ઊંડો છે. કહેવાય છે કે શિક્ષકનો દરજ્જો માતા-પિતા કરતા મોટો અને ઊંચો હોય છે. શિક્ષકને બાળકના જીવનના પ્રથમ ગુરુ કહેવાય છે. આ સંબંધમાં પ્રેમ, ફન અને અનબન પણ હોઈ છે. હવે સંબંધ અને વિદ્યાર્થી વચ્ચેના પ્રેમ અને મસ્તીના સુંદર વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં પ્રાથમિક શાળાના બાળકો તેમના શિક્ષક સાથે મસ્તી કરતા અને મજાક કરતા જોવા મળે છે. ટીચર તેના વિદ્યાર્થીઓ પર એક માંની જેમ પ્રેમ વરસાવી રહી છે. આ શિક્ષક તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના વિદ્યાર્થીઓ સાથે આનંદ અને પ્રેમના વીડિયો શેર કરતી રહે છે. હાલમાં ત્રણ એવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેને જોઈ તમે કહેશો કે આપણા સમય પર આવા શિક્ષક ક્યાં હતા?
એક વીડિયોમાં શિક્ષક બાળકને પૂછે છે કે તે બધા શિક્ષકના નામ રાખ્યા છે તો મારુ નામ શું રાખ્યું છે? તેના પર બાળક ટામેટું કહે છે. તેના પછી ટીચર જોરથી હસે છે અને બેકગ્રાઉન્ડમાં ‘ટમાટર બડે મજેદાર’ ગીત વાગે છે. બીજા વીડિયોમાં આ ટીચર વિદ્યાર્થીઓને ડ્રોઈંગ કરવાનું કહે છે. બાળકો તેમના ડ્રોઈંગ વારાફરથી બતાવે છે.
View this post on Instagram
જેમાં બાળકોએ શિક્ષકાનું ચિત્ર બનાવ્યું છે અને જયારે ટીચર પૂછે છે કે કોનું ચિત્ર છે તો બાળકો વારાફરથી જનક ટીચરનું નામ લે છે જે તે પોતે છે. આ શિક્ષકા જોરથી હશે છે આ વચ્ચે બાળકોના હાવભાવ પણ જોવા લાયક હોઈ છે. ત્યાંજ, ત્રીજા વીડિયોમાં ટીચર તેના વિદ્યાર્થીઓ સાથે’કોઈ મિલ ગયા ફિલ્મનું’ ગીત ‘ઇધર ચલા ઉધર ચલા’ પર રીલ બનાવતી જોવા મળે છે.
View this post on Instagram
આ ત્રણ વીડિયો લોકોને ખુબ પસંદ રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે, ‘ટીચર શું અમે તમારી સ્કૂલમાં ભણી શકીયે?’ બીજા યુઝરે લખ્યું,’આપણા સમય પર કેમ આવા ટીચર હતા નહિ’ અન્ય એક યુઝરે લખ્યું કે,’વાહ બેટા ટીચરને ટામેટું નામ સારું આપ્યું છે’. એક યુઝરે લખ્યું છે કે,’આમારા સમય પર તો અમને ખાલી મારવામાં આવતા હતા’. ઘણા યુઝર્સે ટીચરના આ પ્રેમ અને વિદ્યાર્થીઓ સાથેની મસ્તી ભરી ક્ષણને પ્રેરક ગણાવી છે. આ સાથે એવું કહી રહ્યા છે કે આનાથી બાળકોમાં અભ્યાસમાં રસ પડશે.
View this post on Instagram