વૃદ્ધ સિંહને એકલા ચાલતો જોઇ પીઘળી ગયુ યુઝર્સનું દિલ, વાયરલ વીડિયો જોઇ લોકો યાદ કરવા લાગ્યા ‘જંગલના રાજા’ની ધરોહર

જંગલનો રાજા કહેવાવું એ કોઇ નાની વાત નથી. એક જ જંગલમાં હજારો પ્રાણીઓની પ્રજાતિઓ રહેતી હોય છે. કેટલાક સિંહ કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે જો કે માત્ર સિંહને જ જંગલનો રાજા કહેવામાં આવે છે. કાંટાથી ભરેલો આ તાજ પહેરવા માટે સિંહે પોતાની તાકાત બતાવીને જીવનભર અસંખ્ય લડાઈ લડવી પડે છે. સિંહો દરેક યુદ્ધ જીતતા નથી, પરંતુ તેઓ લડાઈ માટે જાણીતા છે.અવાર નવાર સોશિયલ મીડિયા પર જંગલના રાજાના વીડિયો વાયરલ થાય છે,

ત્યારે હાલમાં એક વૃદ્ધ સિંહનો હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને @AMAZlNGNATURE નામના X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં વૃદ્ધ સિંહ ખૂબ જ આરામ-આરામથી ચાલતો જોઇ શકાય છે. તેની સામે જ ગાડીમાં બેસેલા લોકો તેનો વીડિયો ઉતારી રહ્યા છે તો પણ તે શાંતિથી રોકાઇ-રોકાઇ ચાલે છે. આ વીડિયોમાં વૃદ્ધ સિંહ લાચાર અને કમજોર નજર આવે છે. સિંહની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. પરંતુ 12 વર્ષ પછી તે ધીમે ધીમે કમજોર થવા લાગે છે.

વીડિયો પોસ્ટ કરતા @AMAZlNGNATUREએ લખ્યું- તેણે વંશજને આગળ વધારતા તેમના ગૌરવની રક્ષા કરી છે. પોતાના વિસ્તારની રક્ષા કરતા તેણે આ પરંપરાને પોતાની આવનારી પેઢીને સોંપી દીધી. હવે સમય આવી ગયો છે કે તે સમર્પણ કરી દે અને આવનારી યુવાઓને શાસન જારી રાખવા દે. આ એક મજબૂત પરંપરા છે. આ વીડિયોને 1 કરોડથી પણ વધુ વ્યૂઝ અને 70 હજારથી વધુ લાઈક્સ મળી છે. કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ વૃદ્ધ સિંહને શાનદાર જીવન જીવવા બદલ સલામ કરતા જોવા મળી રહ્યા છે.

Shah Jina