આલિયા કશ્યપે હલ્દી પર મંગેતરને કરી કિસ, અનુરાગ કશ્યપે જમાઇ રાજાને લગાવ્યા ગળે- મહેમાનોએ દુલ્હા-દુલ્હન પર કર્યો ફૂલોનો વરસાદ
ક્યારેક થવાવાળા પતિની બાહોમાં આવી નજર તો ક્યારેક કર્યુ લિપલોક, અનુરાગ કશ્યપની દીકરીની હલ્દી સેરેમનીની તસવીરો વાયરલ
બોલિવૂડના જાણીતા નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપ આ દિવસોમાં પુત્રી આલિયા કશ્યપના લગ્નને લઈને ચર્ચામાં છે. આલિયા કશ્યપ અને શેન ગ્રેગોઇરેના વેડિંગ ફંક્શન્સ શરૂ થઇ ગયા છે, હાલમાં જ આલિયા અને શેનની હલ્દી સેરેમની યોજાઇ હતી, જેની ઘણી તસવીરો આલિયાએ શેર કરી છે જે વાયરલ થઇ રહી છે.
હલ્દીમાં આલિયાના માતા-પિતા અનુરાગ કશ્યપ અને આરતી બજાજ સહિત તેના મિત્રો ખુશી કપૂર, વેદાંગ રૈના, ઇદા અલી અને બીજા ઘણા હાજર રહ્યા હતા. હલ્દીમાં ફિલ્મમેકર ઈમ્તિયાઝ અલી પણ હાજર રહ્યા હતા. ફંક્શનની તસવીરોમાં આલિયા અને શેન રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
એક ફોટોમાં તો શેનનો કુર્તો પણ મિત્રો ફાડતા જોવા મળ્યા હતા. જ્યારે એક તસવીરમાં આલિયાએ તેના થવાવાળા પતિ શેનને કિસ કરી હતી. બંનેનું લિપલોક હાલ ચર્ચામાં બનેલુ છે. જ્યારે એક ફોટોમાં અનુરાગ કશ્યપ તેમના જમાઇ રાજા શેનને પ્રેમથી ગળે લગાવતા જોવા મળે છે.
લુકની વાત કરીએ તો આલિયા યલો લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે શેન મેચિંગ શેરવાનીમાં જોવા મળ્યો હતો. આલિયાની બેસ્ટી ખુશી કપૂરે આ પ્રસંગ માટે યલો પ્રિન્ટેડ લહેંગો પહેર્યો હતો. જણાવી દઇએ કે આલિયા કશ્યપ અને શેન 11 ડિસેમ્બરે મુંબઈમાં લગ્ન કરશે.
ગયા વર્ષે મે મહિનામાં આ કપલે સગાઈ કરી હતી, ત્યારબાદ ઓગસ્ટ 2023માં મુંબઈમાં પાર્ટી પણ આપી હતી. જેમાં ખુશી, સુહાના ખાન, અગસ્ત્ય નંદા, ઈબ્રાહીમ અલી ખાન, પલક તિવારી અને બીજા ઘણાએ હાજરી આપી હતી. હલ્દીની તસવીરો શેર કરતા આલિયાએ લખ્યું, ‘અને આ રીતે શરૂઆત થઈ છે.’
આ તસવીરો પર ઘણા ચાહકો અને સેલેબ્સ પ્રેમ વરસાવી રહ્યા છે. આલિયાની હલ્દી સેરેમની 8 ડિસેમ્બરે થઈ હતી. ઉલ્લેખનીય છે કે આલિયા ઘણા સમયથી તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ શેન સાથે લિવ ઇનમાં રહી રહી હતી. શેને ગયા વર્ષે જ આલિયાને રિંગ પહેરાવી લગ્ન માેટે પ્રપોઝ કર્યુ હતુ. 3 ઓગસ્ટે આલિયા અને શેને હિંદુ રિતી-રિવાજ મુજબ સગાઇ કરી હતી. આ સગાઇ પ્રસંગમાં ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.