ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગ્નનો માહોલ જામેલો છે, હજુ તો 26 નવેમ્બરે જ મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશી લગ્નના બંધનમાં બંધાયા છે ત્યાં આરોહી પટેલે પણ હાલમાં તત્સત મુનશી સાથે મંગળફેરા ફર્યા. આરોહી અને તત્સતે ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. આ પછી કપલે અમદાવાદમાં રિસેપ્શનનું આયોજન કર્યુ હતુ.
જેમાં ન્યૂલીવેડ મલ્હાર અને પૂજા સહિત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો અને ફિલ્મ મેકર્સ પણ સામેલ થયા હતા. આરોહી અને તત્સતનો વેડિંગ રિસેપ્શન લુક સિંપલ પણ ખાસ હતો. ત્યારે આરોહી અને તત્સતના વેડિંગ રિસેપ્શનમાં પહોંચેલા મલ્હારે હસતા હસતા કહ્યુ કે 10 દિવસમાં બે વિકેટ પડી ગઇ.
પણ ખૂબ આનંદ થયો અને બહુ મજા પડી. બંને ખૂબ જ સારા અને અંગત મિત્રો છે અને 10 દિવસમાં બે નમૂનાના મેરેજ થઇ ગયા એ ઘણુ સારુ છે. અમે ચારેય ખૂબ એક્સાઇટેડ હતા. મલ્હાર અને પૂજાએ ન્યુલી વેડ આરોહી અને તત્સતને શુભકામનાઓ પણ પાઠવી.
View this post on Instagram