નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાએ શેર કરી લગ્નની તસવીરો, એકબીજામાં ખોવાયેલું જોવા મળ્યુ કપલ
એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા અને એક્ટર નાગા ચૈતન્ય હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે, ત્યારે હવે લગ્ન બાદ બંનેએ કેટલીક તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમના લગ્નની આ અનદેખી પળોએ ચાહકોના દિલ જીતી લીધા છે. એક તસવીરમાં શોભિતાએ નાગા ચૈતન્યનો ચહેરો પ્રેમથી પકડી રાખ્યો છે. કપલ દક્ષિણ ભારતીય દુલ્હન ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું હતુ.
શોભિતા અને નાગાએ લગ્નના 5 દિવસ બાદ લગ્નની તસવીરો શેર કરી ચાહકોને કેટલીક ખાસ પળોની ઝલક બતાવી. નાગા અને શોભિતાએ 4 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. શોભિતાએ સુંદર સફેદ અને લાલ કાંજીવરમ સિલ્ક સાડી પહેરી હતી, જ્યારે ચૈતન્યએ સોનેરી-સફેદ રંગનો કુર્તો અને વેષ્ટી પહેરી હતી. તસવીરોમાં કપલ તેમના લગ્નની વિધિ દરમિયાન ખૂબ જ મસ્તી અને પ્રેમ કરતા જોવા મળે છે.
એક ફોટોમાં નાગા શોભિતાને મંગલસૂત્ર પહેરાવતો જોવા મળે છે, જ્યારે તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે. આ સિવાય આ કપલે લગ્નની અન્ય વિધિઓની પણ ઝલક બતાવી છે. એક તસવીરમાં તો શોભિતા અને ચૈતન્ય એક સાથે કંઈક જોઈ રહ્યાં હોય તેવો પોઝ આપી રહ્યા છે. આ ફોટા સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે – ‘કાન્તે વદનામી સુબગે ત્વં સારદમ શતમ્, હું મંગલમ માટે ડંકિંગ કરી રહ્યો છું કે પોતાના જીવ માટે.’
તસવીરો સામે આવતા જ ફેન્સ અને સેલિબ્રિટીઓએ કોમેન્ટ સેક્શનમાં કપલને અભિનંદન પાઠવી રહ્યા છે.જણાવી દઇએ કે, નાગા ચૈતન્ય અને શોભિતાએ 4 ડિસેમ્બરે પરંપરાગત તેલુગુ રીતે હૈદરાબાદના પ્રતિષ્ઠિત અન્નપૂર્ણા સ્ટુડિયોમાં નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે લગ્ન કર્યા હતા.
આ ખાસ પ્રસંગ માટે શોભિતાએ તેના સાંસ્કૃતિક મૂળને માન આપીને કાંજીવરમ સિલ્ક સાડી પસંદ કરી હતી. તેણે ટેમ્પલ જ્વેલરીથી તેના લુકને વધુ આકર્ષક બનાવ્યો.લગ્ન પછી તરત જ શોભિતા ધુલિપાલા અને નાગા ચૈતન્ય આશીર્વાદ લેવા શ્રીશૈલમ ભ્રામરમ્બા દેવી મંદિર પહોંચ્યા. લગ્ન પછી બંનેની આ પહેલી આઉટિંગ હતી, જ્યારે મીડિયાએ તેમને મંદિર જતા સ્પોટ કર્યા હતા.
આ દરમિયાન શોભિતાએ યલો સાડી પહેરી હતી, જેમાં તે સુંદર લાગી રહી હતી. ચાહકો શોભિતાનો લુક જોઇ તેના વખાણ કરી રહ્યા હતા અને તેને આદર્શ ભારતીય પુત્રવધૂનું બિરુદ આપી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નાગા ચૈતન્યના આ બીજા લગ્ન છે, તેણે પહેલા લગ્ન એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ સાથે કર્યા હતા. જો કે કપલ 2021માં અલગ થઇ ગયુ હતુ.
View this post on Instagram