આરોહી પટેલ અને તત્સત મુનશી લગ્નનાં તાંતણે બંધાયા, ઉદયપુરમાં ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ, જુઓ સુંદર તસવીરો

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારોમાં લગ્નની સિઝન ખુલી છે. થોડા સમય પહેલાં જ મલ્હાર અને પૂજા લગ્નનાં બંધનમાં બંધાયા હતા. ત્યારે હવે ‘લવની ભવાઈ’ ફેમ આરોહી પટેલે ઉદયપુરમાં તત્સત મુનશી સાથે ફેરા લીધા છે. ઉદયપુરમાં ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ યોજાઈ હતી. જેની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

‘તત્સારોહી’ના લગ્ન સમારોહમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સિતારાઓએ હાજરી આપી હતી. તેમાં ખાસ નવદંપતી મલ્હાર-પૂજા હાજર રહ્યા હતા. તો અન્ય ખાસ મિત્રો યશ સોની, મિત્ર ગઢવીએ ઉપસ્થિત રહી ચાર ચાંદ લગાવ્યા હતા.

આરોહીએ લખ્યું : “પ્યાર દોસ્તી હૈ”

આરોહી પટેલ અને તત્સત મુનશીએ તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસ્વારો પોસ્ટ કરીને આરોહીએ લખ્યું : “પ્યાર દોસ્તી હૈ”

બંનેએ લગ્નમાં પોતાનો સિમ્પલ લૂક રાખ્યો

આરોહી પટેલ અને તત્સત મુનશીએ વેડિંગ સેરેમનીમાં પોતાનો સિમ્પલ લૂક રાખ્યો હતો. આરોહીની મહેંદીમાં ખાસ તત્સતનું નામ લખેલું જોવા મળે છે. કપલની હલ્દી અને મહેંદી સેરેમનીમાં ગુજરાતી કલાકારોએ ખૂબ ડાન્સ કર્યો હતો. જ્યારે થોડા દિવસો પહેલા તત્સતના ઘરે સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કઈ ફિલ્મોમાં બંનેએ સાથે કામ કર્યું ?

તત્સત મુનશી અને આરોહી પટેલે ઓમ મંગલમ સિંગલમમાં સાથે કામ કર્યું હતુ. અને વેબસિરિઝ નોન આલ્કોહોલ બ્રેકઅપમાં પણ સાથે કામ કર્યુ હતુ. તાજેતરમાં મલ્હાર અને પૂજાના રિસેપ્શનમાં બંનેએ એકસાથે પોઝ આપ્યા હતા.

Twinkle