ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સમયે લગ્નની ધૂમ મચેલી છે, પહેલા મલ્હાર ઠાકર-પૂજા જોશી અને હવે આરોહી પટેલ-તત્સત મુનશી… ઢોલિવુડના સુપરસ્ટાર કહેવાતા એવા એક્ટર મલ્હાર ઠાકરે 26 નવેમ્બરે એક્ટ્રેસ પૂજા જોશી સાથે લગ્ન કર્યા હતા, ત્યારે હવે વધુ એક એક્ટર અને એક્ટ્રેસ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે.
આરોહી પટેલ અને તત્સત મુનશીના ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ થવાના છે. આ લગ્નમાં સામેલ થવા માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો અને ફિલ્મ મેકર્સ ઉદયપુર પહોંચી ગયા છે. ન્યુલીવડ મલ્હાર અને પૂજા પણ ખાસ ફ્રેન્ડ આરોહીના લગ્નમાં સામેલ થવા ઉદયપુર પહોંચી ગયા છે.
ગત રોજ કપલની હલ્દી સેરેમની અને થીમ સંગીતમાં ગુજરાતી કલાકારોએ ખૂબ ડાન્સ કર્યો હતો. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે તારલાઓ- આરોહી અને તત્સત રાજસ્થાનના રમણીય શહેર ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કરવા જઈ રહ્યા છે અને રાજવી ઠાઠમાઠ સાથે ડેસ્ટિનેશન વેડિંગની તૈયારીઓ પણ ચાલી રહી છે !
જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા જ તત્સત મુનશીના ઘરે અમદાવાદમાં સંગીત નાઇટનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના નામી કલાકારો પહોંચ્યા હતા.
View this post on Instagram