દુનિયામાં ઘણા વિચિત્ર જીવો છે, જેમને જોઈને જ લોકોની રૂહ કંપી જાય. કેટલાક જીવો ઝેરી હોય છે, પરંતુ કેટલાક તો ઝેરી ન હોવા છત્તાં પણ એટલા ખતરનાક લાગે છે કે જોઈને જ લોકો ડરી જાય. તાજેતરમાં જ એક વ્યક્તિએ આવા જ જીવનો સામનો કર્યો જે એક ગરોળી જેવો હતો. માણસે રસ્તામાં આ ગરોળી જોઈ. જેમ જેમ વ્યક્તિ ગરોળીની નજીક ગયો, ગરોળીએ છત્રીની જેમ તેની ગરદન પહોળી કરી અને તેનું મોં ખોલ્યું.
આ પછી આ જીવ તે વ્યક્તિની પીઠ પર ચઢી ગયું. પ્રાણીઓને લગતા આશ્ચર્યજનક વીડિયો ઘણીવાર @AMAZlNGNATURE એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ આવો એક વીડિયો શેર કરવામાં આવ્યો જેમાં એક વિચિત્ર ગરોળી જોવા મળી રહી છે. આ ગરોળી તે વ્યક્તિને અનુસરવાનું શરૂ કરે છે. વ્યક્તિ જ્યાં પણ જાય છે, તે ત્યાં જાય છે. તે પછી તે તેની પીઠ પર ચઢી જાય છે અને તેનું ખતરનાક રૂપ બતાવવા લાગે છે.
આ વીડિયોમાં દેખાતી ગરોળીને Frilled Lizard અથવા તો Frill Neck Lizard કહેવામાં આવે છે. આ ઝેરી નથી. આ વીડિયોને ઘણા વ્યુઝ મળ્યા છે અને ઘણા લોકોએ કમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં કોઇ વ્યક્તિ સાથે આવું થવું સામાન્ય વાત છે. એકે કહ્યું કે તે ઝેરી ન હોવા છતાં, તેના દાંત ખૂબ જ તીક્ષ્ણ છે, જો તે કરડી જાય તો ઘણું દર્દ મહેસૂસ થાય છે.
100% aggression ✅ 0% damage ❌ pic.twitter.com/pUV2At2NAD
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 25, 2024