રસ્તા પર રાખેલી રહી લાખોની જ્વેલરી, કોઇએ અડી પણ નહિ…શહેરની ઇમાનદારી જોઇ લોકો હેરાન- જુઓ Video

એ સાંભળીને આશ્ચર્ય થાય છે કે લાખો રૂપિયાના ઘરેણાં ભીડવાળા રસ્તા પર પડ્યા રહે અને એક કલાક પછી પણ તેને કોઈ ટચ ના કરે. આ વાસ્તવિકતા છે. હાલમાં જ એક સોશલ એક્સપરિમેન્ટનો વીડિયો વાયરલ થયો છે, જેમાં આવું દ્રશ્ય જોવા મળ્યું હતું. આ એક્સપરિમેન્ટમાં એક મહિલાએ કારના બોનેટ પર લાખોની કિંમતની જ્વેલરી મૂકી અને ત્યાં એક છુપો કેમેરા લગાવ્યો. સેંકડો લોકોએ એક કલાક સુધી તે જ્વેલરી જોઇ, પણ કોઈએ સ્પર્શ ના કર્યો.

હકીકતમાં, જ્યારે એક જ્વેલરી નીચે પડી ત્યારે ત્યાંથી પસાર થતી એક છોકરીએ તેને ઉપાડી પાછો મૂકી દીધી. આ જોઈને એક્સપરિમેન્ટ કરનાર મહિલા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. આ વીડિયો દુબઈનો છે, જે દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક ગણાય છે. ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ 2024 મુજબ, દુબઈને વિશ્વના પાંચ સૌથી સુરક્ષિત શહેરોમાં સ્થાન આપવામાં આવ્યું છે,

દુબઈમાં ગુનાખોરીનો દર ખૂબ જ ઓછો છે અને સલામતીનો સ્કોર ઘણો વધારે છે. આ વાયરલ વીડિયો આ દાવાઓને સાચો સાબિત કરે છે. આ વીડિયો leylafshonkar નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 80 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. આ વીડિયો પર લોકો ઘણી ફની અને રસપ્રદ કમેન્ટ્સ કરી રહ્યા છે. એકે કહ્યુ કે- આ કાયદાની કડકાઈનું પરિણામ છે, જો કોઈએ તેને હાથ લગાવ્યો હોત તો તેનો હાથ કપાઈ ગયો હોત.

ત્યાં કોઈએ મજાકમાં લખ્યું, ‘ભારત આના કરતા ઘણું સારું છે. જો આ ભારતમાં રાખ્યું હોત, તો તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિના હાથમાં પહોંચ્યું હોત, અને તે પોતાનું જીવન સારું કરી શક્યું હોત. એકે કહ્યું કે તે ભારતમાં પણ આ એક્સપરિમેન્ટ જોવા માંગે છે, કારણ કે રિઝલ્ટ જાણી શકાય.

 

View this post on Instagram

 

A post shared by Leyla Afshonkar (@leylafshonkar)

Shah Jina