“પુષ્પા 2” સામે શાહરુખની જવાન ઘૂંટણિયે, પહેલા જ દિવસે કરી આટલી કમાણી…

એક દિવસ પહેલા સુધી તમામ ફિલ્મ નિર્માતાઓને એ વાતનો ડર હતો કે અમારી ફિલ્મનો રેકોર્ડ તૂટી શકે છે અને હવે એ ડર સાચો સાબિત થયો છે. કારણ કે રેકોર્ડ્સ બનાવતાની સાથે જ તૂટી પણ જતા હોય છે. ‘પુષ્પા 2’ના વાવાઝોડામાં ઘણી ફિલ્મોના રેકોર્ડ્સ તૂટશે એવું લાગી રહ્યુ છે અને મેકર્સને ડર પણ છે કે તેમની ફિલ્મનો રેકોર્ડ ના તૂટી જાય. અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં કહીયે તો – Rapa Rapa સૌને ઠેકાણે કરી દીધા છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે ભારતમાં 175.1 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ એ તે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે, જેને સ્પર્શ કરવાની વાત તો છોડો વર્ષો સુધી ત્યાં પહોંચવાની કોઈ હિંમત કરી શક્યું ન હતું. જો કે, પ્રથમ દિવસના કલેક્શનમાં બુધવારે (4 ડિસેમ્બર) રાત્રે યોજાયેલા પેઇડ પ્રિવ્યૂનો પણ સમાવેશ થાય છે. ત્યાં, ‘જવાન’ પણ પુષ્પા રાજ સમક્ષ ઘૂંટણિયે પડવા મજબૂર થઇ છે. તાજેતરમાં સામે આવેલા રિપોર્ટ પ્રમાણે 500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 175.1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

પ્રથમ દિવસના આ સંગ્રહમાં પેઇડ પ્રિવ્યૂનો પણ સમાવેશ થાય છે. વાસ્તવમાં, પિક્ચરે પેઇડ પ્રિવ્યૂઝથી 10.1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, જે તેલુગુ ભાષામાં કરવામાં આવ્યો હતો. પહેલા દિવસે એટલે કે 5 ડિસેમ્બરે ફિલ્મે કુલ 165 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ‘પુષ્પા 2’ એ તેલુગુ ભાષામાંથી સૌથી વધુ કમાણી કરી છે, જેણે પહેલા દિવસે 85 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ જો 4 ડિસેમ્બરના પેઇડ પ્રિવ્યૂને તેમાં ઉમેરવામાં આવે તો કુલ રૂ. 95.1 કરોડ થાય છે. હિન્દીની વાત કરીએ તો 70 કરોડ રૂપિયા આસપાસ કમાણી કરી છે અને તે હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનર બની ગઈ છે.

આ સિવાય તમિલમાંથી 7 કરોડ રૂપિયા, કન્નડમાંથી 1 કરોડ રૂપિયા અને મલયાલમમાંથી 5 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ આંકડા 6 ડિસેમ્બરે સવારે 7.30 વાગ્યા સુધીના છે. ‘પુષ્પા 2’ એ શાહરૂખ ખાનની ‘જવાન’ને ઉખાડી નાખી છે. અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનર બની છે. ‘પુષ્પા 2’ એ તેના પહેલા દિવસે હિન્દીમાં 67 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે શાહરૂખ ખાનની ‘જવાન’એ પહેલા દિવસે હિન્દીમાં 65.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા સ્થાને પઠાણ (55 કરોડ) છે. ચોથા નંબર પર રણબીર કપૂરની એનિમલ છે, જેણે પહેલા દિવસે હિન્દીમાં 54.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

‘પુષ્પા 2’ એ પહેલા જ દિવસે રાજામૌલીની બંને મોટી ફિલ્મો ‘બાહુબલી 2’ અને ‘RRR’ને માત આપી દીધી છે. અલ્લુ અર્જુનની ફિલ્મનું ઈન્ડિયા નેટ કલેક્શન 175 કરોડ રૂપિયા છે. જ્યારે, RRR એ પહેલા દિવસે ભારતમાંથી 133 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ‘બાહુબલી 2’નું ઈન્ડિયા નેટ કલેક્શન 121 કરોડ રૂપિયા હતું. જ્યારે યશની ‘KGF 2’ એ 116 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જો કે, આ સમયે દરેક જણ વિશ્વવ્યાપી કલેક્શનની રાહ જોશે.

Devarsh