પત્ની રિવાબાએ શેર કર્યા રવિન્દ્ર જાડેજાના બર્થ ડે પર ખાસ ફોટોઝ, લખ્યુ- જન્મદિવસની શુભકામનાઓ દરબાર…

ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરમાંના એક એવા રવિન્દ્ર જાડેજા આજે એટલે કે 6 ડિસેમ્બરે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યા છે. જાડેજા વિશ્વના એવા મહાન ફિલ્ડરોમાંથી એક છે જેની ફિટનેસ શાનદાર છે. જાડેજાના જીવનનો ક્રિકેટ મહત્વનો ભાગ રહ્યો છે, ક્રિકેટની દુનિયાની સાથે સાથે તેમનું પારિવારિક જીવન પણ ખૂબ જ ખુશહાલ છે.

તેમની પત્ની રીવાબા જાડેજાનો તેમના પ્રત્યેનો પ્રેમ જોઈને ચાહકો ઘણા ખુશ થતા હોય છે. ત્યારે પતિ રવિન્દ્ર જાડેજાના બર્થ ડે પર રિવાબાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી, અને પતિને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. રિવાબાએ જે તસવીરો શેર કરી છે તેમાંથી એક તસવીરમાં કપલ પૂજા કરતા જોવા મળે છે.

રિવાબાએ રવિન્દ્ર જાડેજા સાથે ઘણી તસવીરો શેર કરી છે જેમાંથી કેટલીક તેમના વેકેશનની જ્યારે કેટલીક સેલ્ફી પોસ્ટ કરી છે. જણાવી દઇએ કે, રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાએ પ્રેમ લગ્ન કર્યા હતા, તેમની લવ લાઈફ વિશે જાણ્યા પછી તમને એવું લાગશે કે તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છો.

રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2017માં રીવાબા સાથે લગ્ન કર્યા હતા. તેમની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. ક્રિકેટની ધમાલને કારણે જાડેજા પાસે વધુ સમય નહોતો. પરિવારના સભ્યો લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા, જો કે જાડેજા સંપૂર્ણ ધ્યાન પોતાનું ક્રિકેટમાં આપી રહ્યા હતા. આ સ્થિતિમાં જાડેજાની બહેને લગ્નની જવાબદારી પોતાના હાથમાં લીધી. જણાવી દઈએ કે રિવાબા જાડેજાની બહેનની સારી મિત્ર છે. બંને એકવાર પાર્ટી દરમિયાન પહેલી વાર મળ્યા અને મિત્ર બન્યા.

આ પછી બંને ધીરે ધીરે નજીક આવ્યા. બંનેએ 3 મહિના સુધી એકબીજાને ડેટ કર્યુ અને વર્ષ 2016માં સગાઈ કરી લીધી. રીવાબા હંમેશા પતિનું સન્માન કરતા જોવા મળે છે, જેની લોકો ઘણી પ્રશંસા કરે છે. ક્રિકેટનું મેદાન હોય કે બહાર કોઇ જગ્યા…બંને એકબીજા સાથે જોવા મળે છે. લોકો તેમના આ વર્તનને પસંદ કરે છે અને લોકો તેમને ખૂબ પ્રેમ પણ કરે છે. રવિન્દ્ર જાડેજા એક ઉત્તમ ઓલરાઉન્ડર છે, જ્યારે તેમની પત્ની ભાજપની ધારાસભ્ય છે.

Shah Jina