લક્ઝરી કારનું રોયલ ગિફ્ટ: નાગાર્જુન પુત્રના બીજા લગ્નને બનાવશે યાદગાર – દાવો – 2.10 કરોડની કાર ભેટ આપશે

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના બંને પુત્રોના લગ્ન થવાના છે. તેમાંથી એકની સગાઈ પણ છે અને બીજો પુત્ર ફરીથી ઘોડા પર સવાર થવા જઈ રહ્યો છે. નાગા ચૈતન્ય અને અખિલ અક્કીનેનીની નવી સફર માટે તે ખૂબ જ ઉત્સાહિત છે.

29 નોવેમ્બરે શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યની હલ્દી સેરેમનીની તસવીરો પણ સામે આવી હતી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હવે સમાચાર છે કે નાગાર્જુને એક નવી કાર ખરીદી છે, જેની કિંમત 2.5 કરોડ રૂપિયા છે.સોશ્યિલ મીડિયા પર ઘણા ફોટોઝ અને વીડિયોઝ સામે આવ્યા છે, જેમાં નાગાર્જુન તેની નવી ફોર-વ્હીલર Lexus LM MPV ચલાવતા જોઈ શકાય છે.

કાર મરૂન શેડમાં છે. હાલમાં જ તે પોતાની કારનું રજીસ્ટ્રેશન કરાવવા માટે ખૈરતાબાદની આરટીએ ઓફિસે પહોંચ્યો હતો. નવી કારના ફીચર્સ વિશે વાત કરીએ તો Lexus LM MPVની કિંમત 2.5 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. કાર કંપનીની વેબસાઇટ અનુસાર, કારના બેઝ મોડલની કિંમત 2.1 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. આ એક હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક કાર છે જે પર્યાવરણ માટે શ્રેષ્ઠ છે, એશિયાનેટ ન્યૂઝના અહેવાલ મુજબ, નાગાર્જુને આ લક્ઝુરિયસ કાર તેમના પુત્ર નાગા ચૈતન્ય અને પુત્રવધૂ શોભિતા માટે ખરીદી છે.

જોકે હાલ કંઈપણ પુષ્ટિ નથી.નાગા ચૈતન્યના આ બીજા લગ્ન છે, જે 4 ડિસેમ્બરે થવા જઈ રહ્યા છે. પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે આ કપલ હૈદરાબાદમાં આ નવી સફરની શરૂઆત કરશે. બંનેએ ઓગસ્ટ 2024માં સગાઈ કરી હતી. અભિનેતાએ 2021 માં સામંથાથી છૂટાછેડા લીધા હતા અને હવે ત્રણ વર્ષ પછી તે જીવનમાં આગળ વધી રહ્યો છે.

Devarsh