શ્રદ્ધા કપૂરે પેપરાજી સાથે કરી મજાક કહ્યું- જુવો ત્યાં આગળ શાહરુખ ખાન; પછી જે થયું..જુઓ

શ્રદ્ધા કપૂર મુંબઈમાં મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પેપરાજી સાથેની તેની ફની વાતચીત માટે ચર્ચામાં છે. વિડિયોમાં કેપ્ચર થયેલી આ હળવાશની ક્ષણે શ્રદ્ધાની મેન્ટાલીટી દર્શાવી હતી કારણ કે તેણે સહેજ રીતે  ઇવેન્ટમાં હાજર પેપરાજીને પ્રેન્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

વીડિયોમાં જોઈ સકાય છે કે શ્રદ્ધા કપૂર અને રવિના ટંડનની દીકરી રાશા થડાની લોકોની ભીડને ટાળીને કારમાં જઈ રહ્યા છે.  શ્રદ્ધા જે તેના રમૂજ  જવાબો માટે જાણીતી છે, તેણે પેપરાજીનું ધ્યાન ભટકાવવા માટે એક યુક્તિ શોધી કાઢી. બીજી દિશામાં ઇશારો કરીને, અભિનેત્રીએ કહ્યું, ‘જુઓ, ત્યાં શાહરૂખ ખાન છે.’

એવી આશા રાખીને કે આ તેને ભીડમાંથી વધુ સરળતાથી જવામાં મદદ કરશે. પેપરાજીને મૂર્ખ બનાવવું સરળ નહોતું અને શ્રદ્ધાનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવા છતાં, ચારે બાજુ હાસ્યનું વાતાવરણ થઇ ગયું. શ્રદ્ધા, રાશા અને ફોટોગ્રાફર્સ દ્વારા શેર કરવામાં આવેલી હળવાશની પળોને ચાહકોએ પણ પસંદ કરી હતી.

પાર્ટી માટે, શ્રદ્ધા કપૂરે પરંપરાગત સિલ્વર ટિશ્યુ સિલ્ક સાડી પહેરી હતી, જેને આધુનિક ટચ આપવા માટે સુંદર બ્લાઉઝ પેહર્યો હતો. ખુલ્લા વાળ અને સ્ટોન-એન-એંકર્ડ ઇયરિંગ્સે તેના લુકમાં ચાર ચાંદ ઉમેરી દીધા હતા. અભિનેત્રીએ હાર્ટ શેપનું પર્સ પણ કેરી કર્યુ હતું. રાશાની વાત કરીએ તો તેણે પાર્ટીમાં મેચિંગ બ્લાઉઝ સાથે લહેંગો પસંદ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Devarsh