‘બિગ બોસ ઓટીટી 3’ની કંટેસ્ટેંટ અને એક્ટ્રેસ સના સુલ્તાને લગભગ એક મહિના પહેલા જ તેના લગ્નના સમાચારથી બધાને ચોંકાવી દીધા હતા. સનાએ અચાનક લગ્ન કરવાનો નિર્ણય લીધો અને મોહમ્મદ વાજિદને પોતાનો પતિ બનાવ્યો. હવે સનાએ ફરી એકવાર મુંબઈમાં લગ્નની તમામ વિધિઓ કરી અને મિત્રો તેમજ નજીકના લોકો માટે લગ્નનું રિસેપ્શનનું આયોજન કર્યુ.
સનાના રિસેપ્શનમાં ઘણા સ્ટાર્સ અને સેલેબ્સ જોવા મળ્યા હતા. સના સુલતાન વેડિંગ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે બિલકુલ દુલ્હન જેવો આઉટફિટ પહેર્યો હતો. આ દરમિયાન સનાનો પતિ મોહમ્મદ વાજિદ શેરવાનીમાં જોવા મળ્યો હતો. સના સુલ્તાને રિસેપ્શન પહેલા લગ્નની તમામ વિધિઓની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
તેણે ફેન્સ સાથે મહેંદીની તસવીરો પણ શેર કરી હતી. સનાના વેડિંગ રિસેપ્શનમાં ઘણા સ્ટાર્સ અને સેલેબ્સ જોવા મળ્યા હતા. ‘બિગ બોસ ઓટીટી 3’ રનર અપ રેપર નેઝી પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ન્યુલી વેડ કપલ સાથે ખૂબ જ મસ્તી પણ કરી. સના સુલ્તાને તેના નિકાહની તસવીરો સાથે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે પોતાની ખુશી અને આભાર વ્યક્ત કર્યો હતો.
તેણે પોસ્ટની શરૂઆત આ રીતે કરી, ‘અલ્હમ્દુલિલ્લાહ, મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હું મારા જીવનના સૌથી અદ્ભુત વ્યક્તિ, મારા વાજિદજી અને મારા વિટામિન ડબલ્યુ સાથે મદીનાની પવિત્ર ભૂમિમાં નિકાહ કરી રહી છું. પ્રિય મિત્રથી લઈને જીવનસાથી સુધીની અમારી સફર હંમેશા પ્રેમ, ધૈર્ય અને વિશ્વાસનું પ્રતીક રહી છે.સનાએ મદીનામાં સિક્રેટ વેડિંગ કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા હતા.
સનાએ તેના સિક્રેટ નિકાહ પર કહ્યું હતુ કે તેણે તેમના સંબંધોને ખરાબ નજરથી સુરક્ષિત રાખ્યા હતા. તે સિંપલ લગ્ન કરવા માંગતી હતી અને કોઈ શો બાજી ઇચ્છતી નહોતી. તેણે અને તેના પતિએ સંબંધનું સન્માન કરવાની પ્રતિજ્ઞા લીધી. સના સુલ્તાને પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં એક નવી સફર શરૂ કરી છે.
View this post on Instagram