સોશિયલ મીડિયા પર તમે એક એક્ટ્રેસને ઘણીવાર જોઇ હશે, જેનું નામ તાનિયા ચેટર્જી છે. તાનિયા તેના બોલ્ડ અવતાર માટે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. ત્યારે હાલમાં પણ તેની કેટલીક તસવીરો સામે આવી છે જે વાયરલ થઇ રહી છે. તાનિયાએ બિકિનીમાં તેની કેટલીક મિરર સેલ્ફી શેર કરી છે.
કરિયરની વાત કરીએ તો તાનિયાએ અલ્ટ બાલાજીની પ્રખ્યાત વેબ સિરીઝ ‘ગંદી બાત’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2018માં આવેલી આ સિરીઝની અત્યાર સુધી 6 સીઝન રિલીઝ થઈ ચૂકી છે. તાનિયાની વાત કરીએ તો તે ‘ગંદી બાત સીઝન 4’માં જોવા મળી હતી. અભિનેત્રીએ આમાં ‘ચાંદની’નું પાત્ર ભજવ્યું હતું.
સીરીઝના નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે તેમાં કેટલા બોલ્ડ સીન્સ હશે. તાનિયાએ પણ પોતાના મોહક અભિનયથી આ બોલ્ડ સીન્સમાં ચાર્મ ઉમેરવામાં કોઈ કસર છોડી નહોતી. તાનિયાએ ઉલ્લુ એપની ફેમસ વેબ સીરીઝ જાલમાં પણ એકથી એક બોલ્ડ સીન્સ આપ્યા છે. અભિનેત્રી સિરીઝમાં ‘સુરેખા’નું પાત્ર ભજવતી જોવા મળી હતી.
આ સિવાય અભિનેત્રી લેસ્બિયન પ્રેમ પર આધારિત સીરિઝ ‘તિતલિયાં’માં પણ જોવા મળી હતી. તાનિયા ચેટર્જીએ આ સીરીઝમાં ધૂમ મચાવી દીધી હતી. સિરીઝ રિલીઝ થયા પછી ઘણા દિવસો સુધી તેના બોલ્ડ સીન્સની ચર્ચાઓ ચાલુ હતી. આ બધા સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. સ્ક્રીનની સાથે તાનિયા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે.