નાગા ચૈતન્યની થઇ શોભિતા ધુલિપાલા, વહુનું આ અંદાજમાં સસરા નાગાર્જુને કર્યુ વેલકમ- જુઓ વેડિંગ ફોટોઝ

સાઉથની સુપર સ્ટાર હિરોઈન સામંથાનો એક્સ પતિ શોભિતાને પરણી ગયો, વહુનું આ અંદાજમાં સસરા નાગાર્જુને કર્યુ વેલકમ- જુઓ વેડિંગ ફોટોઝ

અભિનંદન ! સાઉથ એક્ટર નાગા ચૈતન્ય અને એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા આખરે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં કપલે તેમના પરિવારની હાજરીમાં સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી. ચૈતન્યના પિતા અને સાઉથ સુપરસ્ટાર નાગાર્જુને બંનેના લગ્નની તસવીરો X પર શેર કરી હતી અને તેમને અભિનંદન આપ્યા હતા.

નાગાર્જુનના દીકરા અને વહુ શોભિતાના લગ્નની તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ થઇ ગઇ અને કપલને જોવાની ચાહકોની ઈચ્છા પણ પૂરી કરી. હવે નાગા ચૈતન્ય અને શોભિતાને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે. તસવીરોમાં ચૈતન્ય અને શોભિતા બંનેને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે.

એક તસવીરમાં ચૈતન્ય અને શોભિતા બંનેએ એકબીજાના માથા પર હાથ રાખ્યા છે. આ વિધિને જીલાકારા બેલમ કહેવામાં આવે છે. આમાં વર-કન્યાના હાથમાં જીરું અને ગોળની પેસ્ટ આપવામાં આવે છે. તેના મુહુર્તના સમયને જોતા એકબીજાના માથા પર પેસ્ટ લગાવી હાથ રાખવામાં આવે છે. આ એ તરફ ઇશારો કરે છે કે દુલ્હા-દુલ્હન દરેક મુશ્કેલ અને સારા સમયે એકબીજાને ટેકો આપશે.

એવું પણ માનવામાં આવે છે કે એક બીજાના માથા પર પેસ્ટ લગાવવાથી વર અને કન્યા તેમના વિચારો અને ભાગ્યને જોડે છે. તેલુગુ લગ્નમાં વર અને કન્યા વચ્ચે એક પડદો પણ હોય છે, જેને તેરાસલા કહેવામાં આવે છે. લગ્ન પહેલા વર અને કન્યા એકબીજાને જોઈ શકતા નથી. આ પડદો જીલાકારા બેલમ વિધિ પછી જ હટાવવામાં આવે છે, જે લગ્નની પૂર્ણાહુતિ માનવામાં આવે છે.

તેલુગુ લગ્નમાં, વરરાજા તેની કન્યાને મંગળસૂત્ર પહેરાવે છે અને તેમાં ત્રણ ગાંઠ બાંધે છે. મતલબ કે વર વિચાર, શબ્દો અને કાર્યો દ્વારા કન્યાને પત્ની તરીકે સ્વીકારી રહ્યો છે. આ સાથે બંનેના શરીર, મન અને આત્માનું મિલન પૂર્ણ થયું. નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલાના લગ્નનો લુક જોવા લાયક હતો.

અભિનેત્રીએ ગોલ્ડન કાંજીવરમ સાડી પહેરી હતી અને આ સિવાય તે માથાથી પગ સુધી સોનાના દાગીનાથી લદાયેલી હતી. શોભિતાએ ટ્રેડિશનલ ટેમ્પલ જ્વેલરી પહેરી હતી, જે સામાન્ય રીતે તેલુગુ દુલ્હન પહેરે છે.

દુલ્હન શોભિતાના ભારે ભરખમ ટ્રેડિશનલ લુકને દુલ્હા ચૈતન્યએ સારી રીતે કોમ્પ્લિમેન્ટ કર્યો હતો. તેણે વ્હાઇટ વેષ્ટી અને કુર્તો પહેર્યો હતો. આ સાથે તેણે સિલ્વર વોચ પહેરી હતી. શોભિતા જેટલી સજી ધજી હતી ચૈતન્ય એટલો જ સિંપલ પણ એલિગેંટ અવતારમાં હતો.

ચૈતન્ય અને શોભિતાના પરિવારો આ લગ્નથી ખૂબ જ ખુશ છે. કપલના લગ્નના ફોટા શેર કરતી વખતે નાગાર્જુને પુત્ર ચૈતન્યને અભિનંદન આપ્યા અને પુત્રવધૂ શોભિતાનું પરિવારમાં સ્વાગત કર્યું. અભિનેતાએ કહ્યું કે શોભિતા પહેલાથી જ તેના પરિવાર માટે ઘણી ખુશીઓ લાવી છે.

 

View this post on Instagram

 

A post shared by (@girizoom)

Shah Jina