બિઝનેસમાં પણ ફાયર છે ‘પુષ્પા’ સ્ટાર અલ્લુ અર્જુન..અધધધ કરોડોની દોલત, મહેલ જેવું ઘર- ફિલ્મો સિવાય ક્યાં ક્યાંથી આવે છે ધૂમ પૈસો…

‘ફ્લાવર નહિ ફાયર હૈ’ના ડાયલોગથી પોતાના ચાહકોનું દિલ જીતનાર પુષ્પારાજ ફરી એકવાર પડદા પર પાછો ફર્યા છે. અલ્લુ અર્જુનની પુષ્પા 2 5 ડિસેમ્બરે સમગ્ર દેશમાં ધૂમધામથી રિલીઝ થઈ. એડવાન્સ ટિકિટ બુકિંગમાં રેકોર્ડ બનાવનાર આ ફિલ્મના તમામ શો હાઉસફુલ જઈ રહ્યા છે. પોતાના ફેવરિટ સ્ટારને સ્ક્રીન પર જોવા માટે થિયેટરની બહાર લોકોની ભીડ લાગી છે.

અલ્લુ અર્જુન અને પુષ્પા 2નો ફિવર એવો છે કે ફિલ્મે એડવાન્સ બુકિંગ, શો ટાઈમિંગ અને સ્ક્રિનિંગના મામલે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. પુષ્પા ફિલ્મથી સમગ્ર ભારતનો સ્ટાર બની ગયેલો અલ્લુ અર્જુન માત્ર પાવરફુલ એક્ટિંગનો જ રાજા નથી પરંતુ બેંક બેલેન્સની બાબતમાં પણ ટોચ પર છે. રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુને ફિલ્મ પુષ્પા 2 માટે 300 કરોડ રૂપિયાની ફી લીધી છે.

આ સાથે તે દેશનો સૌથી મોંઘો એક્ટર બની ગયો છે. અલ્લુ અર્જુનની ગણતરી દેશના સૌથી મોંઘા ફિલ્મ સ્ટાર્સમાં થાય છે. પોતાની જોરદાર એક્ટિંગથી ચાહકોનું દિલ જીતનાર અલ્લુ અર્જુન અબજોપતિ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અલ્લુ અર્જુનની કુલ સંપત્તિ 460 કરોડ રૂપિયા છે. પ્રખ્યાત અભિનેતા હોવા ઉપરાંત, તે એક સફળ ઉદ્યોગસાહસિક અને રોકાણકાર છે. તેણે ઘણા બિઝનેસમાં પૈસા રોક્યા છે.

42 વર્ષીય અલ્લુ અર્જુન કરોડોની સંપત્તિનો માલિક છે. અહેવાલ અનુસાર, પુષ્પા સ્ટારની અંદાજિત નેટવર્થ 460 કરોડ રૂપિયા છે. ફિલ્મોની સાથે તે પ્રોડક્શન, હોસ્પિટાલિટી, ઘણા સેક્ટરમાં રોકાણ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, સોશિયલ મીડિયા, પ્રમોશન અને સ્ટોક માર્કેટમાંથી કમાણી કરે છે. અલ્લુ અર્જુન તેના પરિવાર સાથે હૈદરાબાદમાં આલીશાન ઘરાં રહે છે, જેની કિંમત મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 100 કરોડ રૂપિયા છે.

લક્ઝરીના શોખીન અલ્લુ અર્જુન પાસે પ્રાઈવેટ જેટ અને લક્ઝરી કારનો કાફલો છે. ફિલ્મોમાંથી કમાણી ઉપરાંત અલ્લુ અર્જુન પાસે રેસ્ટોરાંની ચેઈન છે. અમેરિકન સ્પોર્ટ્સ બાર ઉપરાંત તે હૈદરાબાદમાં એક રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. આ સિવાય તેણે પોતાનો બિઝનેસ વધારવા માટે હૈદરાબાદમાં પોતાનું પ્રોડક્શન હાઉસ અલ્લુ સ્ટુડિયો ખોલ્યું છે.

તેણે 10 એકરમાં ફેલાયેલો આ સ્ટુડિયો તેના દાદા અલ્લુ રામલિંગૈયાને સમર્પિત કર્યો છે. સ્ટુડિયો સિવાય તેની પાસે ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની ગીતા આર્ટ્સ પણ છે. ફિલ્મોમાંથી જંગી કમાણી કરનાર અલ્લુ અર્જુનનું હૈદરાબાદમાં પોતાનું મલ્ટિપ્લેક્સ છે. ધીરે ધીરે તે અન્ય રાજ્યોમાં પોતાનો બિઝનેસ વિસ્તારી રહ્યો છે.

આ ઉપરાંત, તેણે હૈદરાબાદમાં હેલ્થકેર બ્રાન્ડમાં પણ રોકાણ કર્યું છે. અલ્લુ અર્જુન જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પણ મોટા પૈસા લે છે. રિપોર્ટ અનુસાર, તે એક જાહેરાત માટે 6 થી 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 26 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે.

Shah Jina