અલ્લુ અર્જુનની બહુપ્રતિક્ષિત ફિલ્મ પુષ્પા 2નો ક્રેઝ લંડનના રસ્તાઓ પર પણ જોવા મળ્યો. એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 5 ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મે ચાહકોમાં પહેલેથી જ ધૂમ મચાવી દીધી છે. તેના ગીતો પણ આવતાની સાથે જ સુપરહિટ થઈ ગયા છે. આ કડીમાં ફિલ્મના ક્રેઝને એક અલગ જ લેવલ પર લઇ જતા લંડનના એક ડાંસ સ્કૂલે સેંટ્રલ લંડનના રસ્તા પર ધમાકેદાર પરફોર્મન્સ આપ્યુ.
આ ગ્રુપે ‘પુષ્પા 2’ના ગીતો પર ડાન્સ કરતા અલ્લુ અર્જુનની સ્ટાઈલથી લંડનને દીવાના બનાવી દીધું હતું. જેને જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે. ચાહકો કહે છે કે પુષ્પાનો ક્રેઝ હવે ગ્લોબલ બની ગયો છે. અલ્લુ અર્જુનની બહુપ્રતિક્ષિત ફિલ્મ પુષ્પા 2 એ રિલીઝ પહેલા જ નવા રેકોર્ડ બનાવ્યા છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મ BookMyShow પર સૌથી ઝડપથી વેચાતી ફિલ્મ બની ગઈ છે, જ્યાં અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે.
તેણે બાહુબલી 2: ધ કન્ક્લુઝન, KGF: ચેપ્ટર 2 અને કલ્કી 2898 AD જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને તે 2021ની બ્લોકબસ્ટર પુષ્પા: ધ રાઇઝની સિક્વલ છે. આ વખતે પણ અલ્લુ અર્જુન તેના મજબૂત એન્ટી હીરોના પાત્રમાં જોવા મળશે. તેની સાથે ફિલ્મમાં રશ્મિકા મંદાના અને ફહાદ ફસિલ પણ મુખ્ય ભૂમિકામાં છે.
#Pushpa2 UK 🇬🇧
FLASH-MOB full video from STREETS OF LONDON🔥🔥🔥🔥 pic.twitter.com/wSY2vefzww
— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) December 1, 2024