બસ સ્ટેન્ડ પર બેઠેલા યુવકની છાતી પર ડ્રાઈવરે ચઢાવી દીધી બસ, વીડિયો જોઈ છૂટી જશે તમારો પરસેવો

કેરળના એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં જોઈ શકાય છે કે તે બસ સ્ટેન્ડની બેંચ પર બેસીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. તે ફોનમાં એટલો વ્યસ્ત હતો કે તેને ખ્યાલજ ન રહ્યો કે કોઈ બસ તેની તરફ આવી રહી છે અને બસ તેની છાતી પર ચઢી જાય છે.

ડ્રાઈવરને તરત જ પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને બસ રિવર્સ કરી દે છે.આ દરમિયાન, લોકો છોકરા પાસે પહોંચે છે અને બસ ડ્રાઇવર પર બૂમો પાડતા જોવા મળે છે. વીડિયોમાં યુવક એકદમ ઠીક દેખાઈ રહ્યો છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે યુવકને ઘૂંટણમાં ઈજા થઈ હતી.

પરંતુ તેનો જીવ બચી ગયો હતો. ઈન્ટરનેટ યુઝર્સ તેને ચમત્કાર ગણાવી રહ્યા છે. તો ઘણા કહી રહ્યા છે કે આને કહેવાય મૃત્યુનો સ્પર્શ કરી સલામત રીતે પાછા આવવું.આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. આ ક્લિપને x પર પોસ્ટ કરવામાં આવી હતી આ પોસ્ટને 3 લાખ 23 હજારથી વધુ વ્યૂઝ અને ત્રણ હજારથી વધુ લાઈક્સ મળ્યા છે.

સેંકડો યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. કેટલાક લોકોએ લખ્યું – મોતને સ્પર્શ કરી અને ટંકથી પાછો આયો. અન્ય લોકોએ કહ્યું કે ફોનના ચક્કરમાં વ્યક્તિ બધું ભૂલી જાય છે. એક યુઝરે લખ્યું- ભાઈનો સમય હજુ આવ્યો નથી. કેટલાક યુઝર્સે કહ્યું કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી.

Devarsh