સોશિયલ મીડિયા પર મેટ્રો સંબંધિત વીડિયો અવાર નવાર વાયરલ થતા હોય છે. દિલ્હી મેટ્રોના ઘણા વીડિયો અવારનવાર ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ચાર છોકરીઓ ટોવેલમાં મેટ્રોની અંદર પ્રવેશતી જોવા મળે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે.
જો કે આ વીડિયો દિલ્હી મેટ્રોનો નથી, વાયરલ વીડિયોમાં કેટલીક યુવતીઓ મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી હતી. વીડિયોમાં ટોવેલમાં લપેટેલી યુવતિઓને જોઇને પેસેન્જર અજીબ રિએક્સન આપતા પણ કેમેરામાં કેદ થયા હતા. ઘણા પુરુષો તો યુવતિઓનો વીડિયો બનાવવા લાગ્યા હતા અને કેટલાક કે તો ફોટો પણ લીધા હતા. આ યુવતીઓએ પેસેન્જરો સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે મેટ્રો સ્ટેશન પર ચાર યુવતીઓ ટોવાલમાં લપેટેલી અને ચશ્મા પહેરીને ઊભી છે. મેટ્રો આવતાની સાથે જ તે અંદર જાય છે અને સેલ્ફી લેવા લાગે છે. મેટ્રોમાં હાજર મોટાભાગના લોકો તેમની અનોખી સ્ટાઈલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. મેટ્રોમાં મુસાફરી કરતા મોટાભાગના પેસેન્જર્સ પોતાના મોબાઈલ ફોન કાઢી તેમની તસવીરો અને વીડિયો લેવા લાગ્યા. રસપ્રદ વાત એ હતી કે યુવતીઓએ પણ પોઝ આપવામાં કમી નહોતી રાખી.
View this post on Instagram