‘એસ્પિરેંટ’ IAS ફેમ નવીન કસ્તૂરિયા 39 વર્ષની ઉંમરે બન્યો દુલ્હો, ઉદયપુરમાં ગર્લફ્રેન્ડ સાથે લીધા ફેરા, જુઓ PHOTOS
TVF એસ્પિરેંટ્સ ફેમ નવીન કસ્તૂરિયાએ GF શુભાંજલિ સાથે કર્યા લગ્ન, દુલ્હા-દુલ્હનની પહેલી તસવીરો આવી સામે
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને સામાન્ય લોકોની સાથે સાથે ફિલ્મ-ટીવી સ્ટાર્સ પણ લગ્નના બંધનમાં બંધાઇ રહ્યા છે. હાલમાં જ ઢોલિવુડના સુપરસ્ટાર કહેવાતા એવા મલ્હાર ઠાકરે એક્ટ્રેસ પૂજા જોશી સાથે 26 નવેમ્બરે લગ્ન કર્યા, ત્યારે વધુ એક એક્ટર લગ્નના બંધનમાં બંધાયો છે.
‘એસ્પિરેંટ’ વેબ સિરીઝમાં IAS અભિલાષ શર્માની ભૂમિકા ભજવનાર નવીન કસ્તુરિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 39 વર્ષિય એક્ટક નવીન કસ્તૂરિયાએ રાજસ્થાનના ઉદયપુરમાં તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ શુભાંજલિ શર્મા સાથે લગ્ન કર્યા. આ ભવ્ય લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
લુકની વાત કરીએ તો વરરાજા નવીને ક્રીમ શેરવાની સાથે ખભા પર ગોલ્ડન બ્રાઉન દુપટ્ટો અને તે જ રંગની પાઘડી પહેરી હતી અને દુલ્હન લહેંગા-ચોલીમાં જોવા મળી હતી. નવીન કસ્તૂરિયાએ લગ્નની તસવીરો શેર કરતા સેલેબ્સ સાથે સાથે ચાહકો પણ અભિનંદન આપી રહ્યા છે.
નવીન કસ્તુરિયાએ ઉદયપુરમાં આયોજિત લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું – ‘ચટ મંગની પટ બ્યાહ’. નવીને વર્ષ 2009થી પોતાના કરિયરની શરૂઆત ‘જશ્ન’ ફિલ્મથી કરી હતી. આ પછી તે ‘લવ સેક્સ ઔર ધોખા’, ‘શંઘાઈ’, ‘ટાઈગર્સ’, ‘સુલેમાની કીડા’, ‘લવશુદા’, ‘હોપ ઔર હમ’, ‘વાહ ઝિંદગી’માં જોવા મળ્યો હતો.
સીરીઝની વાત કરીએ તો TVF Pitchers, ‘એસ્પિરેંટ્સ’, ‘કોટા ફેક્ટ્રી’, ‘એસ કે સર કી ક્લાસ’ જેવી ઘણી શ્રેષ્ઠ વેબ સિરીઝથી તે પોપ્યુલર થયો છે. તે છેલ્લીવાર મિથ્યાની બીજી સિઝનમાં જોવા મળ્યો હતો, હવે તે ટીવી સિરીઝ સપને હનામ એવરીવનમાં જોવા મળશે.