‘છેલ્લો દિવસ’ના કલાકારો ફરી એકવાર સાથે,તત્સત મુનશી અને આરોહ પટેલની એક પ્રાઈવેટ પાર્ટીમાં થયું રીયુનિયન

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિતારાઓ ધૂમ મચાવી રહ્યા છે. અવારનવાર ગુજરાતી એક્ટર-એક્ટ્રેસ ભેગા થતા રહેતા હોય છે. ત્યારે, તાજેતરમાં જ ‘છેલ્લો દિવસ’ના કલાકારોનું રીયુનિયન થયું હતુ જેની તસવીરો કલાકારોએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ગુજરાતી એક્ટર તત્સત મુનશી અને એક્ટ્રેસ આરોહ પટેલની સંગીત બેઠકમાં બધા કલાકારો હાજર રહ્યા હતા. જેમાં, ‘છેલ્લો દિવસ’ની સ્ટાર કાસ્ટ જોવા મળી હતી. ખાસ જાનકી બોડિવાલા, યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, અર્જવ ત્રિવેદી, મયુર ચૌહાણ, નેત્રી ત્રિવેદી સહિતના સિતારાઓ હાજર રહ્યા હતા. જુઓ તસવીરો

તસવીરમાં જોવા મળી રહ્યું છે કે, દરેકના ચહેરા પર એક અલગ જ ખુશી છે. ‘ઘણી ફિલ્મો માત્ર યાદો નહીં પણ એક પરિવાર બનાવે છે’ આ વાક્ય ફિલ્મ ‘છેલ્લો દિવસ’ પર સાર્થક થાય છે.

9 વર્ષ બાદ ફરી એકવાર બધા ભેગા થયા. તેની ખુશી શબ્દોમાં વર્ણવી શકાય નહીં.

તત્સત મુનશીના ઘરે યોજાયેલ એક પ્રાઈવેટ પાર્ટીમાં ‘છેલ્લો દિવસ’ના કલાકારોનું ખાસ મિલન થયું. જ્યાં તત્સત મુનશી અને આરોહ પટેલની સંગીત બેઠકમાં દરેક સેલેબ્સ જોવા મળ્યા હતા.

Twinkle