ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર મલ્હાર ઠાકરે હાલમાં જ એક્ટ્રેસ પૂજા જોશી સાથે 26 નવેમ્બરે લગ્ન કર્યા. ત્યારે હવે મલ્હાર ઠાકર બાદ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ક્યુટ એક્ટ્રેસ અને મલ્હારની ખાસ ફ્રેન્ડ આરોહી પટેલ પણ લગ્નના બંધનમાં બંધાશે એવી માહિતી સામે આવી રહી છે. આરોહી પટેલ એક્ટર તત્સત મુનશીની દુલ્હન બનવા જઇ રહી છે. આરોહી અને તત્સત આ મહિને એટલે કે ડિસેમ્બરમાં જ લગ્ન કરવાના છે.
આરોહી અને તત્સતે ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગ્લમ’ તેમજ વેબસિરીઝ ‘નોન-આલ્કોહોલિક બ્રેકઅપ’માં સાથે કામ કરેલું છે. મલ્હાર અને પૂજાના લગ્નમાં પણ બંને સાથે જોવા મળ્યા હતા. તત્સત અને આરોહી વેબ સિરીઝ નોન-આલ્કોહોલિક બ્રેકઅપના સેટ પર મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. ત્યારે હવે બંને તેમના સંબંધોને લગ્ન સુધી આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યા છે.
આરોહી અને તત્સત બંનેના ઘરો રોશનીથી ડેકોરેટ પણ કરવામાં આવ્યા છે. ગુજ્જુરોક્સના રિસોર્સ પ્રમાણે આવતીકાલથી ઉદયપુરના પ્રાઇવેટ લોકેશન પર બંનેના લગ્ન ફંક્શન શરૂ થવા જઇ રહ્યા છે. વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન ફ્રેન્ડ્સ બનેલા આરોહી અને તત્સત ઘણી સમાન રૂચિ ધરાવે છે, જેમાં બોલિવૂડ ફિલ્મો પ્રત્યેનો તેમનો પ્રેમ પણ સામેલ છે.
આરોહીની વાત કરીએ તો તે ‘લવ ની ભવાઈ’, ‘મોન્ટુ ની બિટ્ટુ’, અને ‘ઓમ મંગલમ સિંગલમ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેનો જન્મ દિગ્દર્શકો અને નિર્માતાના પરિવારમાં થયો હતો. તેને ડાન્સનો ખુબ શોખ છે. ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં કામ કરવા સિવાય તે કેટલીક ગુજરાતી વેબ સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે. વર્ષ 2021માં તેણે ઓહો ગુજરાતી OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થયેલી વેબ સિરીઝ ‘ઓકે બોસ’માં ‘મેઘા વસાવડા’ ની ભૂમિકા ભજવી હતી.
આરોહીના લાખો ચાહકો છે. તેના પરિવારની વાત કરીએ તો તેની માતા આરતી વ્યાસ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, તેના પિતા સંદિપ પટેલે ગુજરાતનું સૌથી જુનું પ્રોડક્શન હાઉસ અક્ષર કમ્યુનિકેશનની સ્થાપના કરી હતી. આરોહીની એક બહેન પણ છે જેનું નામ સંજના પટેલ છે અને તે પ્રોડ્યુસર છે.
View this post on Instagram