પ્યાર કા પંચનામા ફેમ સોનાલી સહેગલે દીકરીને આપ્યો જન્મ, પતિ ડિલીવરી રૂમમાં જ કરવા લાગ્યો ડાંસ
ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ ફેમ એક્ટ્રેસ સોનાલી સહેગલ માતા બની છે. એક્ટ્રેસે એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. હાલ તો સોશિયલ મીડિયા પર સોનાલી તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેના પતિએ એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે જેને જોઈને ફેન્સના ચહેરા પર સ્માઇલ આવી ગઇ છે.
જણાવી દઈએ કે સોનાલીએ બુધવારે સાંજે મુંબઈની એક હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. માતા અને પુત્રી બંને સ્વસ્થ છે. સોનાલીના પતિએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ડિલિવરી રૂમનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાળકના જન્મ પછી ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં બાળકનો અવાજ પણ સંભળાય છે.
આ વીડિયો શેર કરતા અશેષે લખ્યું કે, ‘અમારી બેબી આવી ગઇ છે.’ સોનાલીએ જૂન 2023માં તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અશેષ સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ આ વર્ષે ઓગસ્ટમાં પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. સોનાલીએ 2006માં મિસ ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તે ટોપ 12માં સામેલ પણ થઈ હતી.
ફિલ્મી કરિયરની વાત કરીએ તો વર્ષ 2011માં પ્યાર કા પંચનામાથી તેણે ડેબ્યુ કર્યુ હતુ અને આ ફિલ્મમાં કાર્તિક આર્યન પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મ લવ રંજને ડિરેક્ટ કરી હતી. આ પછી સોનાલી પ્યાર કા પંચનામા 2 અને વેડિંગ પુલાવ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.