બાગેશ્વર બાબા સામે ધ ગ્રેટ ખલીએ વ્યક્તિને ચોટી પકડી એક હાથથી ઉઠાવ્યો- વીડિયો થયો વાયરલ

આ દિવસોમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 9 દિવસીય ‘સનાતન હિન્દુ એકતા’ પદયાત્રા કરી રહ્યા છે. સંજય દત્તથી લઈને ધ ગ્રેટ ખલી તેમની પદયાત્રામાં આવ્યા છે. ખલી તેમની પદયાત્રામાં 25 નવેમ્બરે એટલે કે પ્રવાસના પાંચમા દિવસે જોડાયો હતો. આ દરમિયાન લોકોની વિનંતી પર તેણે બાગેશ્વર બાબાની સામે એક સાધુને ચોટી વડે એક હાથથી ઊંચક્યા.

આ દ્રશ્ય જોઈને તો બાગેશ્વર બાબા પણ હસવાનું રોકી શક્યા નહીં અને નજીકમાં ઉભેલા લોકો તાળીઓ પાડી હસવા લાગ્યા. જણાવી દઈએ કે ખલીએ જે વ્યક્તિને ચોટી પકડી ઉઠાવ્યા હતા તેમને બુંદેલખંડ કે દામોહના ખલી કહેવામાં આવે છે. ફેસબુક પ્રોફાઈલ પ્રમાણે તે પોતાને સ્ટંટમેન અને બદ્રી બાબા કહે છે.

ખલીનો વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ તરફથી પણ પ્રતિક્રિયા આવી રહી છે. ખલીને આવી રીતે સાધુને ઉઠાવતા જોઈને યુઝર્સ પણ મુંઝવણમાં છે કે કોના વખાણ કરવા. સાધુની મજબૂત ચોટીની કે ખલીની તાકાતની.

Shah Jina