દેશી ગીત પર મેડમે ક્લાસરૂમમાં કર્યો એવો ડાંસ કે…વીડિયો જોઇ આવા આવ્યા યુઝર્સના રિએક્શન

ક્લાસરૂમ એ શીખવવા અને શીખવા માટેની જગ્યા હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ શિક્ષક ત્યાં ડાન્સ કરે તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થવાની પ્રબળ શક્યતા છે. હાલમાં ક્લાસરૂમમાં ડાન્સ કરતી એક મહિલા શિક્ષિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે,

જેમાં તે જાંબલી રંગની સાડી પહેરીને ભોજપુરી ગીત પર ફુલ એનર્જી સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો જોઇ કેટલાક યુઝર્સ કમેન્ટમાં ટીચરની પ્રશંસા કરી રહ્યા છે જ્યારે ઘણા લોકો માને છે કે શિક્ષાના મંદિરમાં શિક્ષકે તેની મર્યાદામાં રહીને કંઈપણ કરવું જોઈએ. આ વીડિયોને 15 લાખથી વધુ વ્યૂઝ પણ મળ્યા છે.

કેટલાક યુઝર્સને આ પરફોર્મન્સ અશ્લીલ પણ લાગી રહ્યું છે. વીડિયોમાં મેડમ ભોજપુરી ગીત પર બેફિક્ર ડાન્સ કરતી જોવા મળે છે. આ રીલ @vishoo_50 નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. વીડિયોના સબટાઈટલમાં યૂઝરે વીડિયો પર કમેન્ટ કરતા ‘આજ કલ કી મેડમ’ લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Vishal Patel6162 (@vishoo_50)

Previous Article

13 વર્ષની થઇ આરાધ્યા બચ્ચન, બર્થ ડે સેલિબ્રેશનમાં ના જોવા મળ્યો અભિષેક...ફેન્સે કહ્યું ડાઇવોર્સ લેશે કે શું? જુઓ તસવીરો

Next Article

ઓ તારી ! 1500 કિલો વજન- 23 કરોડ કિંમત, સોશિયલ મીડિયા પર ભેંસ અનમોલ એ મચાવી સનસની

error: Protected Content!